હાલમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાંથી સામે આવી રહી છે. વડોદરામાં આવેલ અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર સાંજનાં સમયે રાવપુરા પોલીસ સ્ટેશનની PCR વાન તથા અનાજથી ભરેલ છોટા હાથી ટેમ્પોની વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને કારણે બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
ટેમ્પોનો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો :
શહેરમાં આવેલ અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર અનાજથી ભરેલો ટેમ્પો યાંત્રિક ખામીને લીધે બંધ પડી જતાં ટેમ્પો માલિક અશોકભાઇએ પોતાનો ટેમ્પો રોડની સાઇડ પર ઊભો કર્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ રાવપુરા પોલીસ મથકની PCR વાન ઉભા રહેલા ટેમ્પોમાં ધડાકાભેર અથડાઇ હતી. PCR વાન ટેમ્પોની સાથે અથડાતા ટેમ્પોનો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો હતો.
ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટે ઇન્કાર કર્યો :
અકસ્માત સર્જાતાંની સાથે જ લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયાં હતા. જેને પરિણામે થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ PCR વાનને પોલીસ સ્ટેશનમાં રવાના કરી દેવામાં આવી હતી.
જ્યારે અકસ્માતગ્રસ્ત ટેમ્પો ચાલકને ટેમ્પો લઈને પોલીસ સ્ટેશનમાં આવવા માટે પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટેનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. તપાસ શરુ કરી દેવામાં આવી છે.
પોલીસ તથા ટેમ્પો માલિકની વચ્ચે થઈ બોલાચાલી :
ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓ ન આવે ત્યાં સુધી ટેમ્પો ન લઈ જવા માટેનું જણાવવામાં આવ્યું હતું. જો કે, પોલીસે ટેમ્પો માલિકને ટેમ્પો પોલીસ સ્ટેશને લઈ જવા માટે દબાણ કરવામાં આવતા પોલીસ તથા ટેમ્પો માલિકની વચ્ચે ચકમક ઝરી હતી. સોલાર રૂફટોપ નીચે બનેલ અકસ્માતની આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પણ બંને વાહનોને મોટું નુકસાન થયુ છે. આ બનાવ અંગે રાવપુરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle