પુરપાટ ઝડપે આવતા ટ્રકે 5 વાહનોને મારી જોરદાર ટક્કર: એકનું મોત, 24થી વધુ લોકો ઘાયલ

Chuttu Palu Valley Accident: ઝારખંડના રામગઢ જિલ્લામાં એક ગોજારી અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં પાઇપ(Chuttu Palu Valley Accident) લઇ જતો ટ્રક એક બાદ એક પાંચ વાહન સાથે અથડાયો હતો. ત્યારે આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે આ અંગે પોલીસ પ્રશાશનને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એક સાથે 5 વાહનોને ટક્કર
મળતી માહિતી મુજબ,એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે પાંચ વાહનોને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કરમાં તેમાં એક બસ, બે ફોર વ્હીલર અને બે ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે.ત્યારે આ અકસ્માતના પગલે એક વ્યક્તિનું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.તેમજ આ અકસ્માત થતા રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને થોડીવાર તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જે બાદ આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને રામગઢ સદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

લોકોની દર્દભરી ચીસોથી રસ્તો ગુંજી ઉઠ્યો
આ અંગે નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે,પાઈપોથી ભરેલી ટ્રક રાંચીથી હજારીબાગ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ખીણ વિસ્તારમાં ટ્રક કાબુ બહાર જઈને કાર સાથે અથડાઈ હતી. જે બાદ બે બાઇક, એક પીકઅપ વાન અને બસને પણ ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ડિવાઈડરની વચ્ચે પલટી ગઈ હતી. કારને ટક્કર માર્યા બાદ ટ્રક રોડની બાજુના નાળામાં પડી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 12થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.તેમજ આ રસ્તો દર્દભરી ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
ઘટના બાદ રાંચી-પટના મુખ્ય માર્ગ NH 33 પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને રામગઢ સદર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ અકસ્માતની ચપેટમાં આવેલા વાહનોને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના ઇંચાર્જરે જણાવ્યું હતું કે,”અકસ્માતની માહિતી મળ્યા બાદ જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે ટ્રકે પાંચ વાહનોને ટક્કર મારી હતી. સૌ પ્રથમ, ટ્રકે એક ફોર વ્હીલરને ટક્કર મારી અને પછી એક પછી એક પાંચ વાહનોને ટક્કર મારી. વાહનો સાથે અથડાયા પછી, ” રસ્તાની બાજુના ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.”

ઘટનાસ્થળે જ અરેરાટી ફેલાઈ
અકસ્માત સર્જનાર વાહનની પાછળ રહેલા ટ્રેલરના ચાલકે જણાવ્યું કે, પાઈપ ભરેલી ટ્રક પાછળથી ઝડપથી આવી અને મારી કારને ઓવરટેક કરી આગળ જઈ રહેલી કારને ટક્કર મારી. પછી એક પછી એક બે બાઇક અને પછી અન્ય વાહનોને પણ ટક્કર મારી. વાહનો સાથે અથડાયા બાદ બસને પણ પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસ કાબુ બહાર જઈને ડિવાઈડરની વચ્ચે પલટી ગઈ હતી અને ઘટનાસ્થળે જ અરેરાટી ફેલાઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે સદર હોસ્પિટલના તમામ ડોકટરો હાઈ એલર્ટ મોડમાં આવી ગયા હતા. તમામ તબીબોને સદર હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા.હાલમાં,ક્ટરોની ટીમ ઘાયલોની સારવાર કરી રહી હતી.