ભારત દેશમાં વિવિધ ધર્મને અનુસરતાં લોકો રહે છે. આ લોકો પોતપોતાના ધર્મ અનુસાર જુદી-જુદી જાતની ભગવાનની માળાને ગળામાં પહેરતાં હોય છે. હાલમાં અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યાં છીએ.
તુલસીની માળાને પહેરવાનું મહત્વ જેટલું વૈજ્ઞાનિક રીતે રહેલું છે એટલું જ ધાર્મિક મહત્વ પણ રહેલું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે, કે માળાને પહેરવાંથી આત્મા તેમજ મનની શુદ્ધિ થતી હોય છે. ઘણાં ભક્તોનું પણ એવું માનવું છે, કે આ માળાનો જાપ કરવાંથી પણ ભગવાન એમની પાસે આવતાં હોય છે.
પ્રાચીન કાળથી જ આરોગ્યની વૃદ્ધિને માટે વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગળામાં તુલસીની માળાને પહેરવાંથી અવાજ પણ મધુર થતો હોય છે. હૃદય પર લટકતી તુલસીની માળા હૃદય તથા ફેફસાંને રોગથી પણ સુરક્ષા આપે છે. આ માળા પહેરનારની પ્રકૃતિમાં તેમજ સાત્ત્વિકતામાં પણ ઘણો વધારો કરે છે. તુલસીની માળાને પહેરવાંથી વ્યક્તિત્વ પણ ઘણું આકર્ષિત થાય છે.
ઓસ્ટ્રેલિયામાં આવેલ વિક્ટોરિયા યુનિવર્સિટીનાં પ્રોફેસરે એક જર્નલમાં લખતાં જણાવ્યું છે, કે ધ્યાન કરતી વખતે આત્મા, શરીર તથા મનને જોડવાં માટે તુલસીની માળા એ ખૂબ જ વિશેષ છે. ઓસ્ટ્રેલિયન પ્રોફેસરે એક જર્નલમાં લખતાં જણાવ્યું છે, કે તુલસીનો છોડ એ હવાનું પ્રદૂષણ ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે.
તુલસીનાં છોડમાં કેટલાંક ઔષધીય ગુણધર્મો પણ રહેલાં છે, જે એને વૈજ્ઞાનિક રૂપે ચોક્કસ મહત્વ પણ આપે છે. એને પહેરવાંથી જરૂરી એક્યુપ્રેશર પોઇન્ટ્સ પર ઘણું દબાણ પણ પડતું હોય છે, માનસિક તણાવથી છૂટકારો મેળવવામાં પણ ઘણી મદદ મળે છે તથા આરોગ્યમાં પણ ઘણો સુધારો થાય છે.
આ માળાને પહેરવાંથી શરીરમાં ઇલેક્ટ્રિક પાવરનો પ્રવાહમાં ઘણો વધારો થાય છે તથા સજીવોની શક્તિને પકડવાંની ક્ષમતામાં પણ ઘણો વધારો થાય છે. ગળામાં તુલસીની માળાને પહેરવાંથી વિદ્યુત તરંગો નીકળતાં હોય છે. જે લોહીનાં પરિભ્રમણને અટકાવવા દેતાં નથી.
તુલસીનાં લાકડાંથી બનેલ માળામાં એક વિશેષ પ્રકારનું દ્રવ્ય પણ રહેલું હોય છે. જે માનસિક તાણમાંથી ઘણી મુક્તિ પણ આપે છે. મનમાં ઉત્સાહ પણ ઘણો વધે છે. જો તુલસીનાં લાકડાંમાંથી બનાવેલ માળાને શરીરમાં જોડવામાં આવે તો એ કફ તથા વાટ જેવાં દોષને દૂર કરવામાં ઘણી મદદગાર થાય છે. એનાંથી શારીરિક તેમજ માનસિક સંતુલિત પણ ઘણું યોગ્ય રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews