હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં જંગી વધારો થઈ રહ્યો છે. શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધતા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી કોરોનાના કેસ વધતા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા અનલોક જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોકો કોરોનાને ભૂલીને ભાર ફરવા માટે નીકળી પડતા હતા. જેથી કોરોનાના કેસમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે હવે લોકો જાતે પરિસ્થિતિને સમજીને લોકડાઉન જાહેર કરી રહ્યા છે. રાજ્ય સરકારે તો એક પછી એક જગ્યાએ અનલોક જાહેર કરી રહી છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા રાજ્યના લોકો સ્વંયભૂ લોકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે. આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
ઉતર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના શહેરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થતા આજથી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે નગરપાલિકા દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. જીવનજરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. આ ઉપરાંત શહેરમાં સમગ્ર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ નિર્ણય અનુસાર, ખેડબ્રહ્મા 8 દિવસ બંધ રહેશે. આજથી સોમવાર તા.14થી 21 સુધી ખેડબ્રહ્માના બજારોમાં સ્વયંભૂ બંધ રહેશે. ખેડબ્રહ્માનુ બજાર 24×7 બંધ રહેશે. ફકત દૂધ, મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરી ચાલુ રહેશે.આ ઉપરાંત શહેરમાં સમગ્ર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પોતાના રક્ષણ માટે સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે. ખેડબ્રહ્મામાં લોકો જણાવી રહ્યા છે કે બંધનો સમય હવે આવી ગયો છે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય લીધો છે તથા લારીઓવાળા પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે.
સુરતમાં આવેલ માંગરોળમાં કુલ 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં આવેલ માંગરોળ તાલુકા મથકે આવતી કાલથી કુલ 12 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલ કેસને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ દરમિયાન માંગરોળની બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પણ આવશ્યક સેવા જેવી કે, મેડિકલ તેમજ દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. માંગરોળમાં પણ વધુ કુલ 12 દિવસનું લોકડાઉન અપાતાં અહિંના લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પણ ગ્રામ પંચાયતે આ નિર્ણય કોરોનાનું સંક્રમણ અટકાવવાં માટે લીધો છે જેથી કરીને માંગરોળનાં લોકો સ્વસ્થ રહે.
કોરોનાના કેસોમાં વધારો થતાં રાજકોટ દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે. કોરોનાના કેસ વધતા રાજકોટ દાણાપીઠના વેપારીઓએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં સોની બજાર બાદ દાણાપીઠ એસોસિયેશન દ્વારા સ્વચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. 7 દિવસ દાણાપીઠમાં લોકડાઉન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 35 ઝવેરીઓના મોત થતાં શનિવારથી સોનીબજારમાં પણ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી છે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en