નોકરી મેળવવાની ઉત્તમ તક: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતે જાહેર કરી ભરતી, જાણો પગાર અને સંપૂર્ણ માહિતી વિગતે

Sports Authority of Gujarat Recruitment 2025: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગરમાં (Sports Authority of Gujarat Recruitment 2025) વિવિધ શ્રેણીઓની કુલ 163 જગ્યાઓ બનાવવા માટે વહીવટી મંજૂરી આપી છે. આ મંજૂરી 5 મે 2025ના રોજ આપવામાં આવી છે. આ જગ્યાઓનો સમાવેશ 2025-26ના બજેટમાં નવી વસ્તુ તરીકે કરવામાં આવ્યો છે.

રાજ્યના યુવાનોને રમતગમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવાના ઉદ્દેશ્યથી SAG ની સ્થાપના કરવામાં આવી છે જેથી તેઓ વિકાસ કરી શકે અને રાજ્યનું નામ રોશન કરી શકે. SAG ના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ નવી જગ્યાઓ બનાવવામાં આવી રહી છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ભરતી 2025-26 મહત્વપૂર્ણ વિગતો
સંસ્થાનું નામ: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગર
પોસ્ટનું નામ: વિવિધ કેડર પોસ્ટ્સ
કુલ બેઠકો:163
ભરતી પ્રક્રિયા: સીધી ભરતી અને પ્રમોશન (કેટલીક જગ્યાઓ માટે)
ભરતી બહાર પાડવાની તારીખ: 05 મે 2025
અંદાજપત્રીય જોગવાઈ: ₹21 લાખ રૂપિયા

16 સ્થાન મુજબની વિગતો

ભરતીની અગત્યની શરતો
આ મંજૂરી હેઠળનો ખર્ચ તે વર્ષની બજેટરી જોગવાઈ અને નાણા વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે.
ભરતી હાલના ભરતી નિયમો અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે.
ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીએ ખાતરી કરવી પડશે કે નિયમો અનુસાર અનામત માપદંડ જાળવવામાં આવે.
બેકલોગ પોસ્ટ્સને પ્રાથમિકતા આપવાની રહેશે.
નિમણૂકો પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
ઉમેદવારોએ કોમ્પ્યુટર કૌશલ્ય કસોટી પાસ કરવી/લાયકાત મેળવવી આવશ્યક છે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ભાષાકીય અને વિભાગીય પરીક્ષાઓ નિર્ધારિત સમયમર્યાદામાં પાસ કરવાની રહેશે.
સીધી ભરતી દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારોને નવી ઉન્નત પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયા વહીવટી મંજૂરી મળ્યાના છ મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે.