સાપુતારામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ: સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે ચારેબાજુ વહ્યાં ઝરણાં, અધવચ્ચે અટવાયા પ્રવાસીઓ

થોડા દિવસથી ગુજરાત (Gujarat)માં મેઘો મહેરબાન થયો છે. ત્યારે ડાંગ(Dang) જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુશળધાર પડી રહેલા વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણી થઈ…

થોડા દિવસથી ગુજરાત (Gujarat)માં મેઘો મહેરબાન થયો છે. ત્યારે ડાંગ(Dang) જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુશળધાર પડી રહેલા વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. વિવિધ માર્ગો પર ભેખડ ધસી પડવાને કારણે રસ્તાઓ બંધ કરી તંત્ર દ્વારા ખુલ્લા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હિલસ્ટેશન સાપુતારા (Saputara)માં હાલ વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જગ્યા-જગ્યાએ રસ્તા પર ઝરણાં વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે પ્રવાસીઓને અપીલ કરી છે કે વાહન સંભાળીને ચલાવવું અને બની શકે તો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ:
ડાંગ જીલ્લામાં છેલા ત્રણથી ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રેડ ઝોનવાળા વિસ્તારને સજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આમ આગામી 24 કલાક માટે ડાંગ જિલ્લાના માથે વાદળોનું સંકટ ઘેરાયેલું છે.

મેઘકહેર સાથે સૌંદર્યનો નજારો:
ડાંગના સાપુતારામાં અનાધાર વરસાદને કારણે ઝરણાઓ વહેતા થયા છે. આ ઉપરાંત મુશળધાર વરસાદને કારણે નાનાં-નાનાં ઝરણાંએ પણ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તેમજ નદી, નાળાં અને કોતરોમાં વધુ પાણી આવતાં અત્ર-તત્ર -સર્વત્ર પાણી થઈ ગયું છે.

ડાંગમાં સુંદર ધોધથી પ્રકૃતિ ખીલી ઊઠી:
આ ઉપરાંત ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગિરમાળ ધોધમાં અને વાઘઈ ખાતે આવેલ ગિરાધોધમાં પુષ્કળ પાણીની આવક થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. આહવાનગરના બંને છેડે આહવા સાપુતારા રોડ અને આહવા વઘઈ રોડ પર આવેલા ધોધ પણ મન મૂકીને વહી રહ્યા છે. હાલના દિવસોમાં પ્રવાસીઓના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે.

જયારે બીજી તરફ, સાપુતારામાં પણ મુશળધાર વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સહેલાણીઓ આ દૃશ્યો જોવા દૂર-દૂરથી સાપુતારા પહોંચી રહ્યા છે. જેમાંથી કેટલીક જગ્યાએ પ્રવાસીઓ તકલીફમાં મુકાયા એવી પણ ઘટનાઓ જોવા મળી રહી છે. હાલ સાપુતારામાં પણ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.

ભારે વરસાદને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ:
વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમા માટી, પથ્થરો, વૃક્ષો વગેરે ધરાશાયી થતાં આ માર્ગને પુનઃપૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના લશ્કરો કામે લાગ્યા છે. ત્યાં સુધી કોઈ વાહનચાલકો મુશ્કેલીમાં ન મુકાઈ એ માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. વઘઈથી સાપુતારા જતા વાહનચાલકોએ બારીપાડા-માનમોડી-સુરગાણા-હાથગઢ થઈને સાપુતારા જવા, તથા નાસિકથી વઘઈ તરફ આવતા વાહનચાલકોને હાથગઢ-સુરગાણા-માનમોડી-બારીપાડા-વઘઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *