27 વર્ષનું શાસન હોવા છતાં, કેમ ભાજપને પડદા લગાવવાનો વારો આવ્યો?

ગુજરાતમાં નજીક આવી રહેલી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. લોક ચર્ચા મુજબ છેલ્લા અઠવાડિયા દરમિયાન એક સાથે 2-2 દેશોના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પણ…

ગુજરાતમાં નજીક આવી રહેલી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. લોક ચર્ચા મુજબ છેલ્લા અઠવાડિયા દરમિયાન એક સાથે 2-2 દેશોના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પણ ચુંટણી વેહલા આવવાના સંકેતો આપી રહી છે. જણાવી દઈએ તમને કે બ્રિટનના વડાપ્રધાન બ્રિટનના PM બોરિસ જોનસન અને સાથે સાથે મોરેશિયસનાાં વડાપ્રધાન પ્રવિન્‍દ જુગનાથના ગુજરાતના મુલાકાતે આવ્યા હતા. ઘણા બધા ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ પણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં બીજા દેશોના વડાપ્રધાન હાજર રેહવા હોવાના કારણે અમદાવાદને ચોખ્ખું ચણાક બનાવી દેવામાં આવ્યું હતું રસ્તાઓની સાફ સફાઈ રંગોરંગાનથી અમદાવાદ શહેરને સજાવી દેવામાં આવ્યું હતું તો રાત્રે અમદાવાદ રંગેબેરંગી રોશનીઓથી ઝળહળી ઉઠ્યું હતું બંને દેશોના વડાપ્રધાનની મેહમાન ગતિમાં કોઈ પણ પ્રકારની કચાસ છોડવામાં નોહતી આવી પરંતુ જેવા બંને દેશોના વડાપ્રધાન દેશ છોડીને ગ્યા ત્યારબાદ અમદાવાદની હાલત જેસે થે તેવી થઇ ગઈ હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આ બાબતે ખુબજ અકળાયા હતા અને તેઓ તુરંત સોશિયલ મીડિયા મારફતે લાઈવ આવીને બળાપો કાઢ્યો હતો અને રાજ્યસરકારની વ્યવસ્થા અંગે લોકો સમક્ષ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે,વિદેશી મહેમાન જતાની સાથે જ “ગુજરાત મોડલ”નો પર્દાફાશ થયો છે, પડદા હટી ગયા છે, અને ભાજપનું સત્ય દેશની સામે આવી ગયું. 27 વર્ષનું શાસન હોવા છત્તા કેમ ભાજપે પડદા લગાવવાનો વારો આવી રહ્યો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *