લોકોને સ્વસ્થ રાખવાનો દિલ્હી સરકારનો અનોખો પ્રયોગ, કસરત કરો અને મુસાફરી ટીકીટ ફી મેળવો. જુઓ વિડીઓ

તમે જાણતા હશો કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી હવે લોકોમાં ઘણો સુધારો આવ્યો છે. લોકો સ્વાસ્થ્ય ભર્યું જીવન જીવવાની શરૂઆત કરી રહ્યા છે. આવા સમયમાં લોકોના આ વિચારને પ્રોત્સાહન આપવા દિલ્હી સરકારે અનોખો પ્રયોગ ચાલુ કર્યો છે. આ પ્રયોગથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને લોકોને મુસાફરીના રૂપિયા પણ બચી શકે.

ભારતની રાજધાની દિલ્હીના આનંદ-વિહાર રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા સ્વાસ્થ્ય સારું રહે તે અંગે અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંયા લોકોને ઉઠક બેઠકની કસરત કરવા પર રેલવે પ્લેટફોર્મની ફ્રી ટિકિટ આપવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ રેલવે સ્ટેશન પર એક મશીન મુકવામાં આવ્યું છે તેની સામે ઉઠક બેઠક કરવાથી મશીન વડે ફ્રી પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવે છે.

પીયુષ ગોયલે તેનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે અને લખતા જણાવ્યું છે કે, “ફિટનેસ સાથે બચત પણ” દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર લોકોને ફિટનેસ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં મુકવામાં આવેલા મશીન સામે કસરત કરવાથી પ્લેટફોર્મ ટિકિટ ફ્રી મેળવી શકાય છે. ઉઠક બેઠક સ્ટ્રેન્થ ટ્રેનિંગનો જરૂરી ભાગ છે. તે મસલ્સને ટોન કરે છે.

એક ખાસ વાત તમને જણાવી દઇએ કે, આ પ્રકારનું જ મશીન સોચી ઓલમ્પિક પહેલા મુકવામાં આવ્યું હતું. ત્યારે 30 ઉઠક બેઠક પૂરી કરનારા લોકોને ફ્રી રાઇડ આપવામાં આવી રહી હતી. અને આવું જ માસીન અહિયાં મુકવામાં આવ્યું છે. આ મશીનનો ઉપયોગ કરીને લોકો તેની મુસાફરીને ફ્રી કરી શકે છે અને પોતાનું સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *