પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો આજે પણ એક રહસ્ય; જાણો તેની પૌરાણિક કથા

Padmanabh Swami Temple: કેરળના તિરુવનંતપુરમમાં આવેલ સ્વામી પદ્મનાભ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર તેની અજાયબ વાતોના કારણે (Padmanabh Swami Temple) દુનિયા આખીમાં પ્રસિદ્ધ છે. ભારતમાં આજે પણ અનેક રહસ્ય વિજ્ઞાનથી પરે છે. કેરળનું પદ્મનાભ મંદિર તેમાંથી જ એક છે. આ મંદિરના ભોયરામાંથી 2011માં 5 ભોંયરા ખુલ્યા ત્યારે દુનિયા આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. તેમાંથી કિંમતી પથ્થર, સોના અને ચાંદીના ભંડાર મળી આવ્યાં હતાં. અબજો રુપિયાની સંપત્તિ મળ્યાનું તમને યાદ જ હશે.

માન્યતા મુજબ 6 સદીમાં ત્રાવણકોર રાજાઓએ આ મંદિર બનાવડાવ્યું હતું. જેનો ઉલ્લેખ 9મી સદીના એક ગ્રંથમાં જોવા મળે છે. 1750માં મહારાજા માર્તંડ વર્માએ પોતાને ભગવાનનો સેવક એટલે કે પદ્મનાભ દાસ તરીકે ઓળખાવ્યો હતો. આ સાથે જ ત્રાવણકોર રાજપરિવારે પોતાની સંપૂર્ણ સંપત્તિ અને જીવન ભગવાનને સોંપી દીધું હતું. તમને જણાવી દઈએ કે છેટ 1947 સુધી ત્રાવણકોર રાજાઓએ આ રાજ્યમાં રાજ કર્યું હતું. હાલ મંદિરની દેખરેખનું કામ પણ શાહી પરિવાર આધીન એક ટ્રસ્ટ કરી રહ્યું છે.

દરવાજા પાસે આવતા જ કામ રોકી દીધું
આ મંદિરમાં 7 ભોંયરા બન્યા છે. જેને સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 1 લાખ કરોડ રુપિાયના હીરા અને જ્વેલરી નીકડી હતી. જે બાદ ટીમ વોલ્ટ-બી એટલે કે સાતમા ભોંયરાના દરવાજે પહોંચી હતી. અહીં પહેલા તો દરવાજો ખોલવાના કામની શરુઆત કરવામાં આવી પરંતુ દરવાજા પર બનેલા ભંકર કોબ્રા સાંપના ચિત્રને જોઈને કામ રોકી દેવામાં આવ્યું. ટીમમાં પણ ઘણા લોકો અનુભવવા લાગ્યા કે આ દરવાજો ખોલવો અશુભ છે.

શાપિત છે દરવાજો
માન્યતા અનુસાર ત્રાવણકોરના મહારાજાએ ખૂબજ કિંમતી ખજાણો આ ભોંયરામાં છૂપાવ્યો છે. જેના હજારો વર્ષ થઈ ગયા પણ કોઈએ આ દરવાજો ખોલવાની હિંમત નથી કરી. આ દરવાજો સ્ટિલનો મજબૂત દરવાજો છે જેના પર કોઈ નકુચો કે તાળું મારવામાં નથી આવ્યું. દરવાજાની બંન્ને તરફ ભયાનક કિંગ કોબ્રા બનેલા છે જાણે કે બંને દરવાજાના રખેવાળ હોય.

વર્ષ 1930માં છપાયેલ એક લેખ
વર્ષ 1930માં એક ન્યૂઝપેપરમાં છપાયેલો લેખ આ દરવાજા અંગે ખૂબ જ ભયાનક વર્ણન કરે છે. લેખક એમિલી ગિલક્રિસ્ટ હૈચ પ્રમાણે 1908માં જ્યારે કેટલાક લોકોએ પદ્મનાભસ્વામી મંદિરના છઠ્ઠા ભોંયરાને ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું કેમ કે, ભોંયરામાં અનેક માથાવાળો કિંગ કોબરા બેઠો હતો અને તેની ચારેય બાજુ નાગનું ઝુંડ હતું. આ દ્રશ્ય જોઈ બાદ દરવાજો બંધ કરીને તાત્કાલીક ભાગ્યા હતા. આવી એક કથા પણ અહીં પ્રચલીત છે કે આ પહેલા પણ કોઈએ દવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અત્યંત ભયાનક સાંપના કરડવાથી તેમનું મોત થઈ ગયું હતું.

દરવાજો ખોલવાથી આવી શકે છે પ્રલય
આ ખજાના સાથે પદ્મનાભ સ્વામી મંદિર દુનિયાનું સૌથી ધનવાન હિંદૂ મંદિર છે. અઙીં ખૂબ અમૂલ્ય હિરાઝવેરાત જડવામાં આવ્યા છે. આ ભોંયરના દરવાજા અંગે કહેવાયું છે કે તેને ફક્ત કેટલાક મંત્રના ઉચ્ચારણથી જ ખોલી શકાય છે. જો કોઈ એમ જ તોડીને ખોલશે તો ભયંકર પ્રલય આવશે અને મંદિર નષ્ટ થઈ જશે.

આ મંત્રથી ખૂલી શકે છે મંદિરનો દરવાજો
કહેવામાં આવે છે કે આ દરવાજાને નાગ બંધમ અથવા નાગ પાશમ મંત્રોના પ્રયોગથી બંધ કરવામાં આવ્યો છે. જેને ફક્ત અને ફક્ત ગરુડ મંત્રના શુદ્ધ ઉચ્ચારણથી ખોલી શકાય છે. જોકે આજે દુનિયામાં કોઈ એવું નથી કે જેમને આ મંત્ર શુદ્ધ સ્વરુપે આવડતો હોય. જો આ મંત્ર બોલવામાં કોઈ ભૂલ થાય તો મૃત્યુ નિશ્ચિત છે. જેથી તેને બોલવાનું પણ કોઈ સાહસ કરવા તૈયાર નથી.