SRH-DC વચ્ચેની મેચમાં તૂટ્યા અનેક રેકોર્ડ્સ: IPLની આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ફરી એકવાર 250+નો સ્કોર બનાવ્યો

SRH-DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 17મી સિઝનમાં બેટ્સમેનોનો દબદબો યથાવત છે. ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો ખૂબ જ જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ટીમે હવે…

SRH-DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 17મી સિઝનમાં બેટ્સમેનોનો દબદબો યથાવત છે. ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો ખૂબ જ જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ટીમે હવે શનિવારે દિલ્હી કેપિટલ્સ(SRH-DC) સામે 266 રન બનાવ્યા હતા. ટીમે ટૂર્નામેન્ટમાં રેકોર્ડ ત્રીજી વખત 250થી વધુ રન બનાવ્યા.

ટ્રેવિસ હેડે 16 બોલમાં ફિફ્ટી ફટકારીને SRH તરફથી સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી હતી. જ્યારે દિલ્હીના જેક ફ્રેઝર-મેગુર્કે બીજી ઇનિંગમાં 15 બોલમાં ફિફ્ટી ફટકારીને સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી.

SRH vs DC મેચના ટોચના રેકોર્ડ્સ…

SRH એ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારી હતી
સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી સામેની ઇનિંગ્સમાં કુલ 22 સિક્સર ફટકારી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ 6-6, જ્યારે શાહબાઝ અહેમદે 5 સિક્સર ફટકારી હતી. આ એક IPL ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગાના રેકોર્ડની બરાબરી કરે છે. અગાઉ, SRH એ આ વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ સામે 22 છગ્ગા ફટકાર્યા હતા.

IPLનો ચોથો સૌથી વધુ સ્કોર, ટોપ-2 પણ SRHના નામે
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ ચોથો સૌથી મોટો સ્કોર છે. ખાસ વાત એ છે કે ટૂર્નામેન્ટના ચારેય ટોપ સ્કોર 2024માં જ બન્યા હતા. આમાં પણ ટોપ-2 સ્કોર SRHના નામે છે. ટીમે RCB સામે 287 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ સર્વોચ્ચ સ્કોર હતો. આ પહેલા 2011માં દિલ્હીએ પંજાબ કિંગ્સ સામે આ મેદાન પર 231 રન બનાવ્યા હતા.

IPLનો ચોથો સૌથી વધુ સ્કોર
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના નામે છે, પરંતુ તેણે દિલ્હી સામે આઈપીએલનો ચોથો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ પાંચ સ્કોર હૈદરાબાદ પાસે છે. રસપ્રદ વાત એ છે કે હૈદરાબાદે આ સિઝનમાં જ આ તમામ સ્કોર બનાવ્યા છે.

IPL ઇતિહાસમાં ત્રીજો સૌથી ઝડપી 200 રન
હૈદરાબાદે પણ દિલ્હી સામે 14.5 ઓવરમાં બે 200 રન પૂરા કર્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ ત્રીજો સૌથી ઝડપી 200 રન હતો. આ પહેલા RCB સામે પણ હૈદરાબાદે 14.6 ઓવરમાં 200 રનનો આંકડો પૂરો કર્યો હતો. IPLમાં સૌથી ઝડપી 200 રન પૂરા કરવાનો રેકોર્ડ RCBના નામે છે, જેણે 2016માં પંજાબ કિંગ્સ સામે 15 ઓવરની મેચમાં 14.1 ઓવરમાં 200 રન પૂરા કર્યા હતા. બીજા સ્થાને હૈદરાબાદની ટીમ છે, જેણે આ જ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 14.4 ઓવરમાં 200 રન પૂરા કર્યા હતા.

હૈદરાબાદ IPLમાં 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે
હૈદરાબાદે દિલ્હી સામે જે વિસ્ફોટક શૈલી સાથે બેટિંગ કરી તેના કારણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. હૈદરાબાદની ટીમ IPL ઈતિહાસમાં પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. 10 ઓવરની સમાપ્તિ પછી, હૈદરાબાદે ચાર ઓવરમાં 158 રન બનાવ્યા અને તે જ સિઝનમાં મુંબઈ સામે બે વિકેટે 148 રન બનાવવાનો પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો.

દિલ્હી કેપિટલ્સના વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્કે IPLમાં ગત રોજની મેચમાં ઈતિહાસ રચ્યો હતો. પોતાની ટીમ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. પહેલા આ રેકોર્ડ ક્રિસ મોરિસના નામે હતો જેણે 2016માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ 17 બોલમાં અડધી સદી ફટકારી છે. રિષભ પંતે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ વર્ષ 2019માં અડધી સદી ફટકારી છે. પૃથ્વી શોએ કોલકાતા વિરુદ્ધ વર્ષ 2021માં અને 19 બોલમાં ટ્રિસ્ટને MI વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી.