KKR સામે હાર્યા બાદ SRH ની માલિક કાવ્યા મારન રડી પડી! વિડીયો થયો વાઈરલ

KKR vs SRH IPL 2024: IPLની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ખરાબ હારનો સામનો કર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હારથી દુઃખી થયેલી કાવ્યા રડતી જોવા મળે છે. ગત રવિવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સે એકતરફી મેચમાં હૈદરાબાદ સનરાઈઝર્સને(KKR vs SRH IPL 2024) આઠ વિકેટે હરાવ્યું હતું. જેના કારણે સનરાઇઝર્સની માલિક કાવ્યા તેની ટીમના પ્રદર્શનથી ખૂબ જ દુઃખી થયા બાદ  ભાવુક થઇ આંસુ લુછતી જોવા મળી હતી, જે દ્રશ્ય કેમેરામાં પણ કેદ થયા ગયા હતા.

ચેન્નાઈમાં રવિવારે રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ 18.3 ઓવરમાં માત્ર 113 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેની સામે કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 10.3 ઓવરમાં 114 રન બનાવીને ટ્રોફી જીતી લીધી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન ઘણીવાર પોતાની ટીમની મેચ દરમિયાન ખેલાડીઓને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે. જ્યારે ટીમે સારું પ્રદર્શન કર્યું અને ખેલાડીઓ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા ત્યારે તે ખૂબ જ ઉત્સાહથી ચીયર કરતી જોવા મળી હતી. ત્યારે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદની ફાઈનલ મેચ માટે કાવ્યા મારન સ્ટેડિયમ પહોંચી હતી. પરંતુ, રવિવાર તેની ટીમે સારું પ્રદર્શન કર્યું ન હતું.

તેમના ખેલાડીઓ વિપક્ષી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક રીતે સરેન્ડર કરતા જોવા મળ્યા હતા. જે બાદ તેને ખુબ જ દુઃખ થયું હતું. એવા અહેવાલો પણ હતા કે તેણીએ નાઈટ રાઈડર્સની બેટિંગની પાંચમી ઓવર પછી જ સ્ટેડિયમ છોડવાને જતી રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ હાર બાદ કાવ્યા મારનનો રડતો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.