Sri Lanka crisis: શ્રીલંકાની આર્થિક સ્થિતિને કારણે પરિસ્થિતિ હવે હાથમાંથી નીકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હિંસક પ્રદર્શનકારીઓ હવે ઉચ્ચ હોદ્દા પર રહેલા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. પહેલા રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan)નો ઘેરાવ કર્યો, રાષ્ટ્રપતિને દેશ છોડવા માટે મજબૂર કર્યા, હવે PMના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી છે. પીએમ રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesinghe)એ તેમના રાજીનામાની જાહેરાત કરી અને સર્વપક્ષીય સરકારનો પ્રસ્તાવ રજૂ કર્યા પછી આ ઘટના સામે આવી રહી છે.
#WATCH | Sri Lanka: Amid massive unrest in the country, protestors set ablaze the private residence of Sri Lankan PM Ranil Wickremesinghe#SriLankaCrisis pic.twitter.com/BDkyScWpui
— ANI (@ANI) July 9, 2022
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પીએમ રાનિલ વિક્રમસિંઘેના ઘરને આગ લગાવી દીધી હતી. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા. ટીયર ગેસના શેલ કે મજબૂત વોટર કેનન પછી પણ પ્રદર્શનકારીઓ રોકાયા ન હતા. ત્યાં હાજર પત્રકારો પણ પ્રદર્શનકારીઓની હિંસાનો ભોગ બન્યા હતા.
શ્રીલંકાના પીએમ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “વિરોધીઓએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાનમાં ઘૂસીને આગ લગાવી દીધી.”
ગોટાબાયા રાજપક્ષે અને કેટલાક વિપક્ષી નેતાઓએ દેશ છોડ્યા પછી વિક્રમસિંઘેએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેમણે સર્વપક્ષીય સરકાર બનાવવા માટે દરેક સાથે ચર્ચા કરી હતી. આ સાથે તેમણે રાજીનામું પણ આપ્યું હતું.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે “આજે આ દેશમાં આપણી પાસે ઇંધણની કટોકટી છે, ખોરાકની અછત છે, અમારી પાસે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા છે અને અમારી પાસે IMF સાથે ચર્ચા કરવા માટે ઘણી બાબતો છે. તેથી જો આ સરકાર પડી જશે. જો એમ હોય તો બીજી સરકાર સમાંતર હોવી જોઈએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.