આ ગુફામાં પડ્યું છે શ્રીગણેશનું કપાયેલું માથું, ભગવાન ગણેશનું અસલી મસ્તક આપી રહ્યું છે ભયંકર પ્રલયના એંધાણ

ભારત(India) દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાઓ વિશે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ…

ભારત(India) દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાઓ વિશે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે છતાં પણ આ જગ્યા વિષે આપણે નથી જાણતા. આવી જ જગ્યાઓ માં એક છે પાતાળ ભુવનેશ્વર ગુફા. કઈ ગુફામાં પડ્યું છે ભગવાન શ્રીગણેશ નું અસલી માથું?  શું તે ગુફામાં છુપાયેલું છે કળયુગના અંતનું રહસ્ય ? તો જાણો આ ગુફા ક્યાં આવી છે અને કેવી છે?

ઉત્તરાખંડ(Uttarakhand)માં આવેલ આ ગુફા કોઈ આશ્ચર્યથી ઓછી નથી. પિથોરાગઢ ના ગંગોલી હાત વિસ્તારમાં પાતાળ ભુવનેશ્વર ગુફા ત્યાં આવેલ એક ખૂબ જ મોટા પહાડમાં 90 ફૂટ અંદર બનેલ છે. જણાવવામાં આવે છે કે આ ગુફામાં આવેલા પથ્થર પરથી જાણી શકાય છે કે કળિયુગનો અંત ક્યારે આવશે. હિન્દુ ધર્મમાં શ્રી ગણેશને સૌ પ્રથમ પૂજાતા દેવ માનવામાં આવે છે. કોઈ પણ સારું કાર્ય, પછી તે લગ્ન હોય કે અન્ય શુભ કામ, ગણેશજીની પૂજા વગર શરૂ નથી થતુ.

ક્યાં છે ભગવાન ગણેશનું અસલી માથું
તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભગવાન ગણેશનું અસલી માથુ આજે પણ એક ગુફામાં છે. એવું માનવામાં આવે છે કે, જયારે માતા પાર્વતી સ્નાન માટે ગયા હતા ત્યારે તેણે ગણેશજીને બહાર ઉભા રાખ્યા હતા કારણ કે સીધું કોઈ અંદર ના જાય. તે સમયે ભગવાન શિવે ગુસ્સામાં આવી ગણેશજીનું મસ્તક કાપી શરીરથી અલગ કરી દીધુ હતું, તેને તેમણે એક ગુફામાં રાખ્યું હતું. આ ગુફાને પાતાળ ભુવનેશ્વરના નામે ઓળખવામાં આવે છે. પાતાળ ભુવનેશ્વરમાં રહેલી ગણેશજીની મૂર્તિને આદી ગણેશના નામથી ઓળખવામાં આવે છે.

માન્યતા છે કે, કળયુગમાં આ ગુફાની શોધ આદિશંકરાચાર્યએ કરી હતી. કહેવાય છે કે, ભગવાન શિવને પોતાની ભૂલ નો પ્રાયશિત કરવા માંગતા હતા. તેથી ગણેશજીના આ કપાયેલા માથાની રક્ષા ખુદ ભગવાન શિવ કરે છે. આ ગુફામાં ભગવાન ગણેશના કપાયેલી શિલારૂપી મૂર્તીના ઠીક ઉપર 108 પંખુડીયોવાળુ શવાષ્ટક દળ બ્રહ્મકમળ રૂપની એક ચટ્ટાન છે. આ બ્રહ્મકમળમાંથી ભગવાન ગણેશના શિલારૂપિ મસ્તક પર દિવ્ય બૂંદ ટપકે છે. મુખ્ય બૂંદ આદિ ગણેશના મુખમાં પડતું દેખાય છે.

કળયુગનો અંત
આ ગુફાની અંદર કેદારનાથ, બદ્રીનાથ અને બાબા અમરનાથના પણ દર્શન થાય છે. બાબા અમરનાથની ગુફા પાસે પથ્થરની મોટી-મોટી જટાઓ ફેલાયેલી છે. આ ગુફામાં કાળભૈરવની જીભના પણ દર્શન થાય છે. માન્યતા છે કે, આ બ્રહ્મકમળ ભગવાન શિવે જ અહીં સ્થાપિત કર્યું હતું. આ ગુફામાં ચારો યુગના પ્રતિક રૂપે ચાર પથ્થર સ્થાપિત છે. કહેવામાં આવે છે કે, આમાંથી એક પથ્થર જેને કળયુગનો પ્રતિક માનવામાં આવે છે, તે ધીરે ધીરે ઉપર ઉઠી રહ્યો છે. એવી માન્યતા છે કે, જે દિવસે આ કળયુગનો પ્રતિક પથ્થર દિવાલ સાથે ટકરાઈ જશે, તે દિવસે વિનાશ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *