તાજી કરતાં વાસી રોટલીના છે અનેક ફાયદા, જાણો ક્યા લોકોએ ખાવી જોઈએ આ રોટલી

Roti Health Benefits: તમારા ઘરમાં પણ ઘણી વખત રસોડામાં રોટલી બચી જતી હશે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને વાસી રોટલી સમજીને ફેંકી દેવાનું વલણ ધરાવે છે. કારણ કે લોકોને એવી શંકા હોય છે કે. વાસી રોટલી શરીરને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, તાજી રોટલીની સાથે વાસી રોટલી પણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત (Roti Health Benefits) થાય છે. રાતભર રાખેલી વાસી રોટલી ઘણા લોકો માટે સ્વાસ્થ્યનો ખજાનો બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે, વાસી રોટલી ડાયાબિટીસ જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે. ચાલો આજે જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદા.

વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે
જો કે તબીબી અને સત્તાવાર રીતે તેનો દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, વાસી રોટલીનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં, એવું કહેવાય છે કે વાસી રોટલીના સેવનથી બ્લડ સુગરના અસંતુલનમાં રાહત મળે છે. બીજી તરફ એવું પણ કહેવાય છે કે વાસી રોટલીને ઠંડા કરેલા દૂધમાં પલાળીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં મદદ મળે છે.

વાસી રોટલી વજન ઘટાડવામાં મદદરૂપ છે
એવું કહેવાય છે કે, તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં ઓછી કેલરી હોય છે. ખરેખર, વાસી રોટલીમાં ભેજ ઓછો હોય છે જેના કારણે તેને ખાધા પછી વધુ પાણી પીવું પડે છે. આવી સ્થિતિમાં જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે વાસી રોટલી એક સારો આહાર સાબિત થઈ શકે છે.

વાસી રોટલી શરીરને ગરમીથી બચાવે છે
જો વાસી રોટલીને દૂધમાં પલાળીને થોડીવાર રાખી પછી ખાવામાં આવે તો તેનાથી શરીર અને પેટની ગરમી શાંત થાય છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં તેને ખાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસી રોટલી પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. જે લોકો અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાતથી પીડાય છે તેમના પેટને આ ખાવાથી ઘણી રાહત મળે છે.

વાસી રોટલી રોગપ્રતિકારક શક્તિ વધારે છે
વાસી રોટલી વાસ્તવમાં ઘણી બધી પ્રીબાયોટીક્સ રાતોરાત ઉત્પન્ન કરે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે સારી છે.આ ખાવાથી શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે. વાસી રોટલી આંતરડાની સમસ્યામાં પણ ઘણી અસર કરે છે અને તેનું સેવન કરવાથી શરીરમાં સારા બેક્ટેરિયા પણ બને છે.

બોડીમાં બૂસ્ટ કરે છે B12
શરીર માટે વિટામિન B12 ખૂબ જ જરૂરી વિટામિન્સમાંથી એક છે. આ વિટામિન વેજ કરતાં વધારે નોનવેજ ફૂડ્સમાં હોય છે. તેવામાં શાકાહારી લોકો આ વિટામિનની પૂર્તિ માટે ઘઉંની વાસી રોટલીનું સેવન કરી શકે છે. તેનાથી થાક, માથાનો દુખાવો, જીભમાં સોજો, મસલ્સથી લઇને નસોમાં દુખાવાને દૂર કરી શકે છે. તે આપણી બોડીમાં રેડ સેલ્સ અને ડીએનએ બનાવવામાં જરૂરી હોય છે.

આ કારણે ફાયદાકારક છે વાસી રોટલી
આમ તો ન્યૂટ્રિશનિસ્ટ્સ વાસી ભોજન ન ખાવાની સલાહ આપે છે. તેના કારણે ભોજનમાં પેદા થયેલા બેક્ટેરિયાથી બીમારીઓનું જોખમ વધી જાય છે. પરંતુ ઘઉંની વાસી રોટલીનું નામ આવતા જ કોઇનો અભિપ્રાય બદલાઇ જાય છે. તેનું કારણ ઘઉંની રોટલીને આખી રાત મૂકી રાખીને બીજા દિવસે વાસી ખાવામાં આવે તો તેમાં ફર્મેંટેશનની પ્રોસેસ શરૂ થઇ જાય છે. આ સમયે રોટલીની અંદર સારા બેક્ટેરિયા વિટામિન B12 બનાવવા લાગે છે. આ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાં થાક, નસોમાં દુખાવો, માંસપેશિઓ જકડાઇ જવાથી લઇને સોજા જેવી સમસ્યાઓ દૂર કરે છે.