બોર્ડના એક દિવસ પહેલા ગુમાવી માતાની છત્રછાયા, છતાં મક્કમ રહી વિદ્યાર્થીએ આપી બોર્ડની પરીક્ષા

હાલ 10 અને 12ની બોર્ડ(Board)ની પરીક્ષા(Exam) ચાલી રહી છે. ત્યારે જાણવા મળ્યું છે કે, બોર્ડની પરીક્ષા શરુ થયાના એક દિવસ પહેલા બનાસકાંઠા(Banaskantha)નાં એક વિદ્યાર્થીએ પોતાની…

હાલ 10 અને 12ની બોર્ડ(Board)ની પરીક્ષા(Exam) ચાલી રહી છે. ત્યારે જાણવા મળ્યું છે કે, બોર્ડની પરીક્ષા શરુ થયાના એક દિવસ પહેલા બનાસકાંઠા(Banaskantha)નાં એક વિદ્યાર્થીએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી. આમ છતાં વિદ્યાર્થી મક્કમ રહીને બોર્ડની પરીક્ષા આપવા માટે સક્ષમ થયો હતો. આ વિદ્યાર્થીનું નામ સૌમ્ય ઠક્કર છે. જે મૂળ બનાસકાંઠાનો છે અને તે હાલ અમદાવાદ(Ahmedabad)માં મામાના ઘરે રહીને અભ્યાસ કરતો હતો. પરંતુ તેને જયારે ખબર પડી કે તેની માતાનું નિધન થયું છે આ જાણીને તે ભાંગી પડ્યો હતો.

માતાના નિધનની વાત સંભાળતા ભાંગી પડેલ સૌમ્ય કહે છે કે, ‘ મારી મમ્મી મારી રોલ મોડલ હતી, પરીક્ષામાં સફળતા મેળવી મારી માતાનું સ્વપ્નનું હતું. તેથી હું મારી માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગું છું અને આ કહીને સૌમ્ય બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ખરેખર આપણે સૌમ્યના આ મનોબળને સલામ કરવું જોઈએ. કારણ કે માતાની છત્રછાયા ગુમાવ્યા પછી પણ તે જિંદગીની કસોટીમાં આગળ વધી રહ્યો છે.

સૌમ્ય મૂળ બનાસકાંઠાનો છે અને તે હાલ અમદાવાદમાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતો હતો. પરંતુ તેને જયારે ખબર પડી કે તેની માતાનું નિધન થયું છે જે જાણીને ભાંગી પડેલ સૌમ્ય હાલ પરીક્ષા આપી રહ્યો છે આ જાણી આજે સૌ કોઈ સૌમ્યની આ મક્કમતાના વખાણ કરી રહ્યા છે. તેમજ ઈશ્વરને પ્રાથના કરીએ કે સૌમ્યની માતાની આત્માને શાની અર્પે અને સૌમ્યને સફળતાના શિખર ઉપર લઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *