કોરોના વિરુદ્ધ ઉભી રહી આ ગ્રામ પંચાયત, આપશે 42 કરોડનું દાન

ભારત સહિત લગભગ આખી દુનિયા કોરોનાવાયરસ મહામારીનો સામનો કરી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસ સામે ઈજાદ પામવા માટે પ્રદેશ અને કેન્દ્ર સરકાર પણ પોતાના રસ્તાઓ અપનાવી…

ભારત સહિત લગભગ આખી દુનિયા કોરોનાવાયરસ મહામારીનો સામનો કરી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસ સામે ઈજાદ પામવા માટે પ્રદેશ અને કેન્દ્ર સરકાર પણ પોતાના રસ્તાઓ અપનાવી રહી છે. હવે સરકારના હાથ ને મજબુત કરવા માટે સાયબર સીટી ગુરુગ્રામ ની અરબપતિ પંચાયતો સામે આવી છે. ગુરુગ્રામ માં ઘણી એવી પંચાયતો છે જે પોતાનો તમામ ભંડોળ અનુદાન કરવાની તૈયારીમાં છે.

સંયુક્ત નિર્દેશક એનસીઆર સુચના તેમજ જન સંપર્ક અધિકારી અશોકે જણાવ્યું કે ગુરુગામની અરબપતિ પંચાયતોએ હરિયાણા સરકાર દ્વારા બનાવવામાં આવેલ કોરોના રિલિફ ફંડ માં 42 કરોડ 50 લાખ રૂપિયા ના અનુદાન રાશિ આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોના મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હરિયાણા કોરોના રિલિફ ફંડ બનાવ્યું છે. આ ફંડમાં ઘણી સંસ્થાઓ અને અનુદાન રાશિ આપવા માટે અપીલ કરવામાં આવી હતી, જેને નજરમાં રાખતાં પ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા શહેર ગુરુગ્રામ ની અરબોપતિ પંચાયતો મુખ્યમંત્રી સાથે ઊભી રહી ગઇ છે.ઘણી ગ્રામ પંચાયતોએ કોરોના રિલિફ ફંડ માં કરોડો રૂપિયાનું અનુદાન રાશિ આપવાનું મન બનાવ્યું છે. જેનું approval લેવા માટે સરકારને એક લેટર પણ મોકલવામાં આવ્યો છે.

અધિકારીઓનું માનીએ તો ફુલડા પંચાયતનું approval સરકારે સ્વીકાર કરી લીધું છે તેમ જ બચેલી પંચાયતો પાસેથી પણ અનુદાન રાશિ લેવા માટે હરિયાણા સરકાર દ્વારા approval આપવામાં આવી શકે છે.

કોરોનાવાયરસ દેશના વધારે રાજ્યોમાં પોતાની દસ્તક આપી ચૂક્યો છે. હરિયાણામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે.હરિયાણા હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર પ્રદેશમાં અત્યાર સુધી કોરોના થી સંક્રમિત 308 કેસ સામે આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *