સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વગર જ પરત ફર્યું: હવે NASA-બોઈંગની ટીમ સ્પેસક્રાફ્ટની તપાસ કરશે

Sunita Williams News: નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશમાં લઈ જનાર અવકાશયાન પૃથ્વી પર પરત ફર્યું છે. જૂનના પહેલા સપ્તાહમાં બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન સુનીતા અને બૂચને અવકાશમાં લઈ ગયું. આ પછી, એક ટેક્નિકલ સમસ્યા(Sunita Williams News) હતી અને બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા આવી શક્યા ન હતા. હવે આ અવકાશયાન કોઈ પણ ક્રૂ વિના પૃથ્વી પર પાછું લેન્ડ થયું છે.

દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ મિશન પર
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત ફરશે. સ્ટારલાઈનરે 6 સપ્ટેમ્બરે મોડી રાત્રે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી અને 7 સપ્ટેમ્બરની સવારે પૃથ્વી પર પરત ફર્યું. દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ મિશન પર ટકેલી હતી.

મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બરમાં ઉતર્યું
મળતી માહિતી મુજબ, સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ આજે ભારતીય સમય અનુસાર સવારે 3.30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી અલગ થઈ ગયું હતું. સવારે 9:32 વાગ્યે, તે અમેરિકન પ્રાંત ન્યુ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર (રણ)માં ઉતર્યું.

સુનીતા અને બુચ 5 જૂને અવકાશમાં ગયા હતા
બોઇંગ કંપનીએ આ સ્પેસ યાન બનાવ્યું છે. 5 જૂને સુનીતા અને બૂચને ISSમાં મોકલવામાં આવ્યા હતા. આ માત્ર 8 દિવસનું મિશન હતું. પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેનું રિટર્ન મોકૂફ રાખવું પડ્યું હતું. હવે આ અવકાશયાન ક્રૂ વિના પૃથ્વી પર પરત ફર્યું છે. સુનીતા અને બૂચ અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે. ફેબ્રુઆરીમાં SpaceX ફ્લાઇટ દ્વારા તેમને પાછા લાવવામાં આવશે.