ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી દીધી હતી. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે બે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જુનિયર ક્લાર્ક(Junior Clerk) અને તલાટી કમ મંત્રી(Talati cum Mantri)ની ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. જયારે તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને GRDના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોમગાર્ડ અને GRDના જવાનો માટે ગુજરાત સરકાર દ્વારા આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂપિયા વેતન મળશે તો GRDના જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂપિયા વેતન મળશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. CM દ્વારા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતનને લઈ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂપિયા વેતન મળશે. આ સાથે GRDના જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂપિયા વેતન મળશે. જોકે મહત્વનું છે કે, આ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.