IIFL વેલ્થ તથા હરુન ઈન્ડિયાએ હાલમાં 40 તથા સૌથી નાની વયવાળા સેલ્ફ મેડ અમીરોનું એક લીસ્ટ બહાર પાડયુ છે. આ યાદીમાં એકમાત્ર મહિલા છે 39 વર્ષની દેવિતા સરાફ. તે આ યાદીમાં 16માં ક્રમાંક પર છે. દેવિતા વીયૂ ગ્રુપની CEO અને ચેરપર્સન છે. એનું નામ ફોર્ચ્યૂન ઈન્ડિયા વર્ષ 2019ના ભારતની સૌથી તાકાતવર કુલ 50 મહિલાઓમાં પણ આવી ચુક્યું છે.
વર્ષ 2018માં બિઝનેસ વર્લ્ડમાં કુલ 8 સૌથી શક્તિશાળી મહિલાઓમાં દેવિતા સરાફને સ્થાન આપ્યું હતું. એમની કુલ સંપત્તિ અંદાજે 1,200 કરોડ રૂપિયા છે. દેવિતા સરાફે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે. તે જેનિથ કોમ્પ્યુટર્સનાં માલિક રાજકુમાર સરાફની દીકરી છે. જો કે, એ હંમેશા કંઈક અલગ કરવાં માંગતી હતી.
જેથી એણે ફેમિલી બિઝનેસ ન સંભાળ્યો. વર્ષ 2006માં જ્યારે ટેક્નોલોજીમાં ખુબ ઝડપથી બદલાવ આવી રહ્યો હતો. અમેરિકામાં ગૂગલ તથા એપલ જેવી કંપનીઓ મોબાઈલ અને કોમ્પ્યુટરની વચ્ચેના ગેપને ખતમ કરવાના પ્રયત્નમાં હતા. એ સમયમાં દેવિતાએ પણ કંઈક નવું કરવાનું મન બનાવી લીધું હતું. એની માટે એણે TV બિઝનેસ પર પસંદગી ઉતારી. એણે VU ટીવીની શરૂઆત કરી. જે TV તથા CPUનું એક મિશ્રણવાળું સ્વરૂપ હતું.
એમની કંપની લેટેસ્ટ ટેકનિકમાં સારું કાર્ય કરી રહી છે. દેવિતાની કંપની એડવાન્સ TV બનાવે છે. આ TV પર યુ-ટ્યૂબ તથા હોટ સ્ટાર જેવી એપ્લીકેશનને પણ આસાનીથી ચલાવી શકાય છે. એનો અર્થ એ થાય છે કે, તે TV નહી પણ કોમ્પ્યુટર છે. એની મદદથી મલ્ટી ટાસ્કિંગ કરી શકાય છે. આની સાથે જ કંપની એન્ડ્રોઈડ પર ચાલતા હાઈ ડેફિનેશન TV પણ બનાવે છે. મોટી સ્ક્રીનની સાથે કંપનીની પાસે કોર્પોરેટ યુઝનું પણ TV છે.
દેવિતાએ જ્યારે કંપનીની શરૂઆત કરી હતી ત્યારે એમની ઉંમર ફક્ત 24 વર્ષની હતી. શરૂઆતમાં તેને ખુબ મુશ્કેલી પડી હતી પણ કુલ 6 વર્ષ બાદ વર્ષ 2012માં એમની કંપની પ્રોફિટમાં આવી ગઈ હતી. વર્ષ 2017માં કંપનીનું ટર્નઓવર અંદાજે 540 કરોડ સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ એમાં સતત વધારો જ થતો રહ્યો. હાલમાં દેવિતાની પાસે સમગ્ર ભારતમાં અંદાજે 10 લાખથી વધારે ગ્રાહકો રહેલાં છે. કંપની દુનિયાના કુલ 60 દેશોમાં પોતાના TVનું વેચાણ કરી રહી છે.
દેવિતા માટે કંપનીને આટલી ઉંચાઈ પર લઈ જવાનું આસાન કામ ન હતું. એક ઈન્ટરવ્યૂમાં દેવિતાએ જણાવ્યું કે, જ્યારે એ બિઝનેસ હેઠળ કોઈ ડીલર અથવા તો મેન્યુફ્રેકચરને મળતી તો લોકો એને યુવતી સમજીને ગંભીરતાથી લેતા ન હતા. ઘણાં લોકોને એવું લાગતું કે, આ યુવતી છે તેમજ આટલો મોટો બિઝનેસ કઈ રીતે સંભાળી શકશે.
દેવિતાના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમારે આગળ વધવાનું હોય ત્યારે આવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ નહી. જો કે, એમનું જણાવવું છે કે, હવે લોકોના વિચારમાં બદલાવ આવી રહ્યો છે. એને જોઈ કેટલાંક લોકોને એવું લાગે છે કે, એમની દીકરીઓ પણ પોતાનો બિઝનેસ ઊભો કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વખાણ કરી ચુક્યા છે:
વર્ષ 2017માં દેવિતાને યંગ CEOની સાથે PM મોદીની હાજરીમાં થયેલ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં ન્યૂ ઈન્ડિયા માટે આ CEO દ્વારા પોતાના આઈડિયા આપવાનું જણાવવામાં આવ્યું હતું. દેવિતાએ આ કાર્યક્રમમાં ‘મેક ઈન ઈન્ડિયા’ પર પોતાના વિચારો રાખ્યા હતા. ત્યારબાદ PM મોદી પોતાના ભાષણમાં એમના આઈડિયાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
હાર્ડવર્કિગ સફળતાનો મંત્ર:
એક ઈન્ટરવ્યૂમાં દેવિતા સરાફે જણાવ્યું કે, એ હાર્ડવર્કિગ તથા યુવા મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ કરી રહી છે. દેશની બધી જ યુવા મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરી રહી છે. તેઓ જણાવતાં કહે છે કે, એને હવે એ વાત પર વિશ્વાસ આવી ગયો છે કે, કંપનીઓના CEO પણ કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. દેવિતા જણાવે છે કે, મહિલાઓને ફક્ત એમની સુંદરતા માટે જ નહીં પણ એમના જ્ઞાન માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle