Statue of Unity: કેવડિયામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકારે દેશ-વિદેશમાંથી 295 જેટલા પ્રાણીઓ(Statue of Unity) લાવીને સફારી પાર્કમાં મુકવામાં આવ્યા હતા પરંતુ તે પ્રાણીઓને અહીની આબોહવા અને નવી જગ્યા માફક નહીં આવતાં 38 જેટલા પ્રાણીઓએ દમ તોડી દીધો છે.
4.15 લાખનો ખર્ચ કરીને બહારના પ્રાણીઓ લાવવામાં આવ્યા
આ પાર્કમાં વિદેશમાંથી લવાયેલા બ્લ્યુ ફિઝન્ટ, સન કોનુર, અલ્પાકા અને સિલ્વર ફ્રઝન્ટ જેવા પ્રાણીઓની સંખ્યા ખુબ ઓછી થઇ રહી છે. મળતી માહિતી અનુસાર, તે પ્રાણીઓને અહીનું વાતાવરણ અનુકૂળ આવતું નથી. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નર્મદા વિભાગના મંત્રીએ જણાવ્યું છે કે પ્રવાસીઓને આકર્ષવા માટે સફારી પાર્કમાં 4.15 લાખનો ખર્ચ કરીને બહારના પ્રાણીઓ અહી લાવવામાં આવ્યા છે.
આ પાર્કમાં ત્રણ સફેદ સિંહ પણ છે
મળતી માહિતી અનુસાર, પ્રાણીઓમાં સૌથી વધુ 94 ગ્રીન ચીક્ડ કોનુરની સંખ્યા જોવા મળી રહી છે. તે ઉપરાંત 12 સન કોનુર, 10 ગોલ્ડન બ્લ્યુ મકાઉ, 8 ઇમુ, 10 ફિઝન્ટ, નવ સિલ્વર ફિઝન્ટ, 7 બ્લેક સ્વાન, 6 કેરોલીના ડક, 10 લોરીકીટ કેઇન બો, 8 યલો ક્રાઉન એમોઝોન સહિત કુલ 295 પ્રાણીઓથી સફારી પાર્ક ભરચક બની ગયું છે. મોટાભાગે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવેલા છે. આ પાર્કમાં ત્રણ સફેદ સિંહ પણ તમને જોવા મળી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube