ઈદ-એ-મિલાદનાં જુલુસને લઈ CM ભુપેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું

ગુજરાત: રાજ્ય સરકાર (State Government) દ્વારા પણ ઈદે મિલાદુન્નબીના જુલુસની પરવાનગી (Permission), કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે. ઈદે મિલાદુન્નબીનું જુલુસપૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ…

ગુજરાત: રાજ્ય સરકાર (State Government) દ્વારા પણ ઈદે મિલાદુન્નબીના જુલુસની પરવાનગી (Permission), કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે. ઈદે મિલાદુન્નબીનું જુલુસપૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિનની ઉજવણીને લઈ મુસ્લિમ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ઈદે મિલાદુન્નબીના જુલુસની પરવાનગી આપી દેવાઈ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની સૂચના પછી ગૃહમંત્રીએ આદેશ કર્યા છે.

CM ભુપેન્દ્ર પટેલની સૂચના પછી ગૃહમંત્રીએ કર્યા આદેશ:
મહત્વની વાત તો એ છે કે, ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા, ઈમરાન ખેડાવાલાએ જુલુસની માંગ કરી હતી. બાદમાં CM સાથેની ચર્ચા પછી ગૃહમંત્રીએ ત્રણેય ધારાસભ્યોને નિર્ણયની ટેલિફોનિક જાણ કરી દેવાઈ હતી. જો કે, ઈદે મિલાદુન્નબીના જુલુસનો સમય બદલાઈ એવી શક્યતા જોવા મળી રહી છે. આ જુલુસ કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે તેવું માનવામાં આવ્યું છે.

કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે જુલુસ:
અહીં નોંધનીય છે કે, કોરોના કાળમાં કોરોના સંક્રમણ વધારે ન ફેલાઈ એના માટે કોવિડ લાઈડ લાઈનના નિયમોનું શખ્ત અનુસરણ કરવું અનિવાર્ય બન્યું છે, જો કે હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે પરતું હજુ સુધી કોરોના સંપૂર્ણપણે ગયો નથી.

આવા સમયે હજુ પણ રાજ્યમાં કોરોના કેસ એક્ટિવ રહેલા છે ત્યારે આવામાં લોકોને કોવિડ નિયમોનું પાલન કરવામાં માટે જણાવાય છે. હવે જ્યારે રાજ્યમાં ઈદે મિલાદુન્નબી જુલુસની પરવાનગી આપી દેવાઈ છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *