પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે શનિવારે પોતાના નિવાસ સ્થાને ચાર કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ અવારનવાર પ્રધાનમંત્રી આવાસ ની બેઠક પર કરતા રહે છે અને અધિકારીઓ સાથે ખુલ્લા મને તેમની વાત સાંભળે છે અને પોતાની મનની વાત પણ કહે છે. 2014 બાદ પ્રધાનમંત્રીની કેન્દ્ર સરકારના સચિવો સાથે નવમી બેઠક હતી.
બેઠક દરમિયાન બે વરિષ્ઠ અધિકારીઓએ શ્રીલંકાની દયનીય પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. વરિષ્ઠ અધિકારીઓએ પ્રધાનમંત્રી ની સામે કેટલાક રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવેલી લોભામણી યોજનાઓ મુદ્દે ચર્ચા કરી અને આ બાબતે ચિંતા વ્યક્ત કરી. અધિકારીઓએ ત્યાં સુધી કહી દીધું કે કેટલાક રાજ્યોની આર્થિક પરિસ્થિતિ પહેલેથી જ ખરાબ છે અને હાલમાં જ જે રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઇ ત્યાં પણ કેટલી પ્રકારની લોભામણી જાહેરાતો કરવામાં આવી છે. આ રીતે આ રાજ્યો શ્રીલંકા જેવી સમસ્યા માં મુકાઇ શકે છે. અધિકારીઓ ના મત મુજબ લોભામણી જાહેરાતોથી રાજ્ય આર્થિક રૂપે અસ્થિર થાય છે અને આવી પરિસ્થિતિમાં શ્રીલંકા જેવી આર્થિક સંકટની પરિસ્થિતિ આ રાજ્યો પર ઉદ્ભવી શકે છે.
સૂત્રો અનુસાર પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પોતાના નિવાસસ્થાને લોક કલ્યાણ બાબતના તમામ વિભાગોની સચિવોની બેઠક બોલાવી હતી. જેમાં સચિવો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ પી કે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગોબા સહિત કેન્દ્ર સરકારના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓની પ્રગતિ પર કેટલાક મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. સૂત્રોનું માનીએ તો પ્રધાનમંત્રી આ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈપણ વિભાગ કે અધિકારી દેશના વિકાસની મુખ્ય યોજનાઓને આગળ વધારવા માટે અટકે નહીં અને આ યોજનાઓ આગળ ન વધવા દેવા પાછળ રૂપિયા નથી તેવા રોદણાં ન રડે, આ જૂની પુરાની વાર્તાઓ હું વારંવાર નહીં સાંભળું.
સાથે સાથે પ્રધાનમંત્રી અધિકારીઓને પણ કહ્યું કે, ભારત સરકારના સજીવોના ગ્રુપમાં બધા કામ કરો નહીં કે તમારા પોતાના વિભાગના. સચિવ ના રૂપે તમામ અધિકારીઓ એક ટીમના ગ્રુપમાં કામ કરીને દેશ વિશે કામ કરો તેવી પ્રધાનમંત્રીએ સલાહ આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.