આવનારી બોર્ડની પરિક્ષા અંગે શિક્ષણ મંત્રીએ લીધો મહત્વનો નિર્ણય- જાણો જલ્દી

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી ઘરે બેઠા જ વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે 10 તથા 12 ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આને લઈને જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ’ દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવતી ધો.10 તેમજ 12ની પરીક્ષા આ વર્ષે કોરોનાની મહામારીને લીધે મોડી થાય એવા સંકેતો મળી રહ્યા છે. સંભવત: આ બન્ને બોર્ડની પરીક્ષાઓ આગામી એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવતાં કહ્યું હતું કે, કોરોનાની મહામારીને લીધે હજુ સુધી સ્કૂલ ચાલુ થઇ નથી.

બોર્ડનાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે, ઓગસ્ટ મહિનામાં સ્કૂલ શરુ થાય તો એ મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવો. જો શાળાઓ ઓગસ્ટ મહિનાને બદલે સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર મહિનામાં શરૂ થાય તો એ મુજબ અભ્યાસક્રમ ઘડવો. એના આધારે પરીક્ષા ક્યારે લેવી તે નક્કી કરવું પણ હાલનો સમય જોતાં હજુ સુધી સ્કૂલની ક્યારે શરૂઆત કરવી એ બાબતે નિર્ણય કરી શક્યા નથી.

જેથી આગામી સપ્તાહમાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં અધિકારીઓ, શિક્ષણ કમિશનર સહિતનાં અધિકારીઓ સાથે અગત્યની મિટિંગ રાખવામાં આવી છે તેમજ એમાં ધો.10 તેમજ 12ની પરીક્ષા સંભવત: માર્ચ મહિનાનાં અંતમાં તેમજ એપ્રિલ મહિનામાં લેવા અંગે નિર્ણય કરવામાં આવશે.

જો, કે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીએ તો એવું જણાવી શકાય કે, પરીક્ષાઓ આ વર્ષે પહેલીવાર એપ્રિલમાં લેવાઇ એવી પૂરતી શક્યતા રહેલી છે એટલે કે પરીક્ષા મોડી લેવાય એવી સંભાવના નકારી શકાય નહીં. અહી ઉલ્લેખનીય છે કે, શાળાની શરૂઆત કરવા અંગે આગામી 20મી સપ્ટેમ્બર માસ સુધીમાં સરકાર અગત્યનો નિર્ણય લેવાની છે ત્યારે એના પરથી જ બોર્ડની આગામી પરીક્ષા ક્યારે યોજવામાં આવશે એનો કાર્યક્રમ પણ નક્કી કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *