તિરુપતિ બાલાજી મંદિરમાં સર્જાયો ઈતિહાસ- એક જ દિવસમાં એટલું અધધ દાન આવ્યું કે…

હાલમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન બાદ અનલોકનો અમલ થતાંની સાથે જ ધાર્મિક સ્થળોને ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. એને લઈને જ હાલમાં એક સમાચાર…

હાલમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન બાદ અનલોકનો અમલ થતાંની સાથે જ ધાર્મિક સ્થળોને ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. એને લઈને જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.કોરોના મહામારીની વચ્ચે લોકડાઉન બાદ પહેલીવાર તિરુપતિ બાલાજી મંદિરમાં શનિવારનાં રોજ માત્ર 1 જ દિવસમાં કુલ 1 કરોડ રૂપિયાથી પણ વધુ દાન આવ્યું છે.

આ માહિતી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ TTD દ્વારા આપવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છે, કે લોકડાઉન તથા કોરોનાને લીધે ભક્તોને મંદિરમાં જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. ત્યારપછી 11 જૂનનાં રોજ મંદિર ફરીથી તીર્થયાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે.મંદિર ફરીથી ખોલી દીધા પછી હુંડીમાં માત્ર 1 જ દિવસમાં કુલ 1 કરોડનું દાન પ્રથમવાર આવ્યું છે.

TTD એ રવિવારનાં રોજ પ્રકાશનમાં જણાવતાં કહ્યું હતું કે, શનિવારનાં રોજ કુલ 13,486 ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી તેમજ એમના પ્રસાદની ગણતરી કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે, કે તિરૂપતિ મંદિર દેશનું સૌથી ધનિક મંદિર રહેલું છે. દેશનાં બધાં જ મંદિરોની સરખામણીમાં આ મંદિરને સૌથી વધારે રોકડ, ઘરેણાં તથા અન્ય દાન મળે છે.

આ મંદિરમાં માત્ર 1 માસમાં કુલ 200 કરોડ રૂપિયાથી વધારેનું દાન મળે છે. 20 માર્ચનાં રોજ લોકડાઉનનો અમલ કર્યાં પછી મંદિર બંધ થઈ જતાં દાન બંધ થઈ ગયું હતું. દર મહિને કુલ 200 કરોડથી વધારે કમાતા મંદિરને એક પણ રૂપિયો દાનમાં આપવામાં આવ્યો ન હતો. લોકડાઉન પછી 10 જૂનનાં રોજ પહેલીવાર મંદિર ખુલ્યું તેમજ પ્રથમ દિવસે જ કુલ 25 લાખથી વધારેનું દાન આવ્યું હતું. ત્યારે હવે ફરીથી આ આંકડો કરોડમાં જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *