અમદાવાદ(ગુજરાત): હાલ નાનાથી મોટા ઉંમરના લોકોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ જ વધારે જોવા મળી રહ્યો છે. તે દરમિયાન સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ પણ એટલો જ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગને કારણે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં દોડતું થયું છે. આ બનાવમાં મહિલા એમપી પર બિભત્સ ટિપ્પણી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં પકડેલા આરોપીનુ નામ પલાશ પટેલ છે. આરોપી અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવ પાર્ક સોસાયટીમાં રહે છે. આરોપી પલાશ પટેલ માત્ર 10 ધોરણ જ પાસ છે પરંતુ સોશિયલ મીડિયામાં વધારે માહિતગાર છે. પીપલ ફોર એનિમલ વેલફેર ટ્રસ્ટના ચેર પરશન મહિલા એમ પી છે. જેમના વિરુદ્ધમાં બિભત્સ વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમને નજરે આ વિડીયો આવતા ગુનો નોંધી વીડિયો પોસ્ટ કરનાર આરોપી પલાશ પટેલની અટકાયત કરી છે.
સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી પલાશ પટેલે મહિલા એમપી વિરુદ્ધ બિભસ્ત અને અભદ્ર ટિપ્પણી કરતો વીડિયો બનાવી ફેસબુકના માધ્યમ ઉપર પોસ્ટ કરી મહિલા એમપીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પલાશ પટેલ પાસેથી બે મોબાઈલ જપ્ત કરીને એફ એસ એલમાં પરીક્ષણ કરવા માટે આપ્યો છે.
મળતી માહિતી અનુસાર, આરોપી મહિલા એમ પી વિરુદ્ધ વીડિયો બનાવી પૈસાની ખંડની કરવાની તૈયારીમાં હતો. આ મામલે સાયબરના ACP જેએમ યાદવએ જણાવ્યું છે કે, આરોપીને એક વાર ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તેને ફરી આ પ્રકારનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં વાયરલ કર્યો છે. હાલ આરોપી જેલમાં છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.