છત્તીસગઢના કોરબા જિલ્લાના એક ગામમાંથી ગાયના છાણની ચોરીનો એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે રવિવારના રોજ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 8-9 જૂનની વચગાળાની રાત્રે દીપકા પોલીસ સ્ટેશન વિસ્તારના ધુરેના ગામમાંથી રૂ. 1,600 નું 800 કિલો ગાયનું છાણ ચોરી કરવામાં આવ્યું હતું. દીપકા પોલીસ સ્ટેશનના પ્રભારી હરીશ તાંડેકરે જણાવ્યું હતું કે, ગામ ગોથણ સમિતિના પ્રમુખ કમ્હાન સિહ કંવરએ 15 જૂને આ અંગેની ફરિયાદ નોંધાવી છે.
કંવરએ જણાવ્યું હતું કે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધીને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રાજ્ય સરકારે કૃમિ ખાતરના ઉત્પાદન માટે ગૌધન ન્યાય યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ગાયના છાણની કિંમત 2 રૂપિયા પ્રતિ કિલોના દરે લેવામાં આવે છે.
અમે તમને જણાવી દઈએ કે જૂન 2020 માં છત્તીસગઢની સરકારે પશુઓના છાણ ખરીદવા માટે ગૌધન ન્યાય યોજના ઘડી હતી. આ અંતર્ગત સરકાર પશુ માલિકો પાસેથી ગાયના છાણને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ખરીદે છે. આ જ કારણ છે કે છત્તીસગઢમાં આ દિવસોમાં ગોબરની ચોરીમાં વધારો થયો છે. કારણ કે લોકોને ગોબરનું વેચાણ કરી સારી કિંમત મળી રહી છે. તે જ સમયે કૃષિ બાબતોની સ્થાયી સમિતિએ કેન્દ્ર સરકારને ખેડૂતો પાસેથી ગાયના છાણ ખરીદવાની યોજના શરૂ કરવાની ભલામણ કરી હતી. લોકસભામાં રજૂ કરાયેલા આ અહેવાલમાં કોંગ્રેસ શાસિત છત્તીસગઢ સરકારની ગૌધન ન્યાય યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગૌધન ન્યાય યોજના અંતર્ગત કોંગ્રેસ સરકાર નિયત ભાવે ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદે છે. તે જ સમયે સીએમ ભૂપેશ બઘેલએ આ ભલામણને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયના છાણમાંથી પેઇન્ટ બનાવવાની યોજના માટે, સરકાર કિલોના પાંચ રૂપિયે કિલોના દરે ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદશે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અજય ચંદ્રાકાર પર આકરા પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલએ કહ્યું કે, ગૌધન ન્યાય યોજના અંગે સવાલ ઉઠાવનારા લોકોના ચહેરા પર આ ગોબર પડેલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.