હાલ ટ્વીટર પર એક ચોંકાવનારો ટ્રેન્ડ ચાલવા માંડ્યો છે. એ ટ્રેન્ડનું નામ છે #StepDownModi. અર્થાત પ્રધાનમંત્રી મોદી તમે તમારા પદેથી રાજીનામું આપો. આ ટ્રેન્ડ સાથે ઘણા લોકોએ અત્યાર સુધીમાં ટ્વીટ કરી દીધું છે. લોકોએ આ ટ્વીટમાં મોદીજી ના એવા કામોને યાદ કર્યા છે જેના કારણે દેશનું અર્થતંત્ર જોખમાયું છે, જેના કારણે દેશને ઘણું બધું સહન કરવું પડ્યું છે. જેમ કે PM મોદીના ઘણા બધા મોટા મોટા નિર્ણયો જેવા કે નોટબંધી. એવા જ એક ટ્વીટર યુઝર અનુમા આચાર્યએ પણ એક આ ટ્રેન્ડના નામે ટ્વીટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે અનુમા આચાર્ય ભારતીય એરફોર્સમાં કામ કરી ચુક્યા છે.
सिर पे बिठाया था मोदी जी को. सोचा था कि देश को अब कोई मिला है जो मुखर है और ईमानदार भी. लेकिन आप तो बड़बोले, हठी, क्रूर और ऐसे अहंकारी निकले, जो चलते पहियों को तोड़ देता है. Constructive की उम्मीद थी. आप ने destruction को अपना हथियार बनाया. आप से नहीं होगा, इसलिये #StepDownModi pic.twitter.com/ks1EE85XgV
— Wg Cdr Anuma Aacharya (R) (@AnumaVidisha) June 1, 2020
અનુમા આચાર્યએ #StepDownModi ટેગ સાથે ટ્વીટરમાં જણાવતા કહ્યું હતું કે, “મોદીજી ને માથા પર બેસાડ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે દેશને હવે કોઈ એવી વ્યક્તિ મળી ગઈ છે જે સ્પષ્ટ અને પ્રામાણિક છે. પરંતુ તમે મોટી મોટી વાતો કરનારા, ક્રૂર અને અંહકારી નીકળ્યા. જે ચાલી રહેલા ચક્રને તોડી નાખે છે. તમે વિનાશને તમારું હથિયાર બનાવ્યું. તમારાથી આ કામ નહિ થાય એ માટે #StepDownModi.” અનુમા આચાર્યએ તેમના ટ્વીટરમાં આ કારણે મોદી રાજીનામું આપો તે વિષયે વાત કરી હતી.
મોદી 2.0 નું એક વર્ષ પૂરું થતા કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટરમાં એક ટેગ ચાલુ કર્યો છે. જેનું નામ છે #Ab_Bas_Karo_Modiji. અર્થાત કે હવે બસ કરો મોદીજી. દેશને સંબોધનમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકસભાની ચૂંટણી 2019 માં જંગી વિજય પછી સતત બીજી વાર સત્તામાં આવ્યા પછી મોદી સરકારની 2.0 ની ઉપલબ્ધિઓની સૂચિ આપી હતી. તેમણે કલમ 370 ને રદ કરવા, જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન અને તેમના પક્ષની અદ્યતન સિદ્ધિઓ તરીકે લાંબા સમયથી ચાલતા અયોધ્યા વિવાદના નિરાકરણનો અંદાજ મૂક્યો હતો.
મળેલી માહિતી અનુસાર અત્યારે ટ્વીટરમાં 51,000 જેટલા લોકોએ આ ટેગનો ઉપયોગ કરી મોદીજીને તેના પદેથી રાજીનામું આપવાના કારણો દર્શાવ્યા છે. આવા તો કેટલાય હજારો લોકોએ તેના અલગ-અલગ કારનો દર્શાવી મોદીજીને રાજીનામું આપવા માટે કહ્યું છે.
Modi is handling Entire country like ‘ Shramik special train’
.
.No one knows in what direction we are going and where we will end Up #StepDownModi pic.twitter.com/xLc3tiQTzk
— Political Di⏺ (@PoliticalDi) June 1, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news