Stock Market Crash: એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે તો બીજી તરફ શેરબજારમાં જે ટ્રેન્ડ આવી રહ્યો છે તે પસંદ નથી આવી રહ્યો. શેરબજારમાં(Stock Market Crash) કારોબાર ઘટાડા સાથે શરૂ થયો અને થોડી જ વારમાં તે સુનામીમાં ફેરવાઈ ગયો. સમાચાર લખાય ત્યાં સુધી BSE સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ કરી રહ્યો હતો,
જ્યારે NSE નિફ્ટી 1900 પોઈન્ટથી વધુ લપસી ગયો હતો. ચૂંટણી પરિણામો વચ્ચે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધી સેન્સેક્સ 3100 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો છે. ખાસ વાત એ છે કે જે સરકારી શેરો વેગ પકડી રહ્યા હતા તે શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI, LIC અને HALની સાથે રેલવેના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ 72000 ની નીચે ગયો
મંગળવારથી શરૂ થયેલ શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. BSE સેન્સેક્સ 1700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને બપોરે 12.20 વાગ્યા સુધીમાં તે 6094 પોઈન્ટ ઘટીને 70,374ની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 1947 પોઈન્ટના જંગી ઘટાડા સાથે સરકીને 21,316ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 7.97 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે NIFTY 50 8.37 ટકા ઘટ્યો છે.
રોકાણકારોના 30 લાખ કરોડ
સોમવારના છેલ્લા ટ્રેડિંગ દિવસે જ્યાં સેન્સેક્સ 2500 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 733 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો, ત્યાં આજે બંને ઈન્ડેક્સ તેજીથી ગગડી રહ્યા છે. શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે અને BSE MCap અનુસાર તેમની લગભગ 30 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે.
રિલાયન્સથી ટાટા સુધી
શેરબજારમાં આવેલી આ સુનામી વચ્ચે BSEના 30માંથી 29 શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન, NTPC શેર 19.68 ટકા ઘટીને રૂ. 314 પર ટ્રેડ કરી રહ્યો છે. આ ઉપરાંત SBIનો શેર 16.76 ટકા, પાવરગ્રીડનો શેર 5.74 ટકા, ટાટા સ્ટીલનો શેર 9.99 ટકા, ટાટા મોટર્સનો શેર 9.96 ટકા, ભારતી એરટેલનો શેર 9.84 ટકા, રિલાયન્સનો શેર 9.67 ટકા અને HDFC બેન્કનો શેર 6.18 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. .
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App