શેરબજારમાં ભૂકંપ: ટાટા સ્ટીલના શેરને ભારે નુકસાન, રોકાણકારોની આંખે આવી ગયા પાણી

Stock Market Crash: ગુરુવારે એટલે કે આજે દિવસની શરૂઆતમાં જ શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 0.50 ટકા અથવા 370 પોઈન્ટ ઘટીને 74,132.19 પર ટ્રેડ થતો જોવા(Stock Market Crash) મળ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 50 0.52 ટકા અથવા 118 પોઈન્ટ ઘટીને 22,596.05 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

ઓપનિંગ બેલ
ભારતીય શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે ઘટાડાનું વાતાવરણ જોવા મળ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. BSE સેન્સેક્સ 0.16 ટકા અથવા 123 પોઈન્ટ ઘટીને 74,380.08 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી 50 0.19 ટકા અથવા 44 પોઈન્ટ ઘટીને 22,660.90 પર ખુલ્યો.

ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર્સ
BSE પર, SBI, કોટક મહિન્દ્રા બેંક આજના ટોપ ગેઇનર્સ બન્યા જ્યારે ટાઇટન અને ટાટા સ્ટીલ આજના ટોપ લુઝર્સની યાદીમાં જોડાયા. તેવી જ રીતે, NSE પર, IndusInd Bank, BPCL ટોપ ગેઇનર્સ હતા જ્યારે ટાટા સ્ટીલ અને LTIMindtree ટોપ લુઝર હતા. નિફ્ટી મિડકેપ 0.09 ટકા જ્યારે સ્મોલકેપ 0.13 ટકા ઘટવા સાથે બ્રોડર માર્કેટ પણ ઘટ્યા હતા.

આજે બજારની હાલત કેવી રહેશે?
નબળા વૈશ્વિક સંકેતો અને લોકસભા ચૂંટણીના પરિણામોના કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સવારે 08:30 વાગ્યે ગિફ્ટ નિફ્ટી 72 પોઈન્ટના ઘટાડા સાથે 22,650ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકન બજાર ગઈ કાલે પણ લપસી ગયું હતું. ડાઉ જોન્સ 1 ટકાથી વધુ નીચામાં બંધ થયા હતા, જ્યારે Nasdaq અને S&P 500 અનુક્રમે 0.58 ટકા અને 0.74 ટકા ઘટ્યા હતા.

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, આર્થિક ડેટા રિલીઝ પહેલા બજારોમાં અસ્થિરતા જોવા મળી હતી. જાપાન અને દક્ષિણ કોરિયા શુક્રવારે ઔદ્યોગિક ઉત્પાદન ડેટા જાહેર કરશે, જ્યારે ચાઇના મે માટે અધિકૃત પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જાહેર કરશે. વધુમાં, ટોક્યો, જાપાન માટે ફુગાવાના ડેટા પણ જાહેર કરવામાં આવશે.

ગઈકાલે બજાર કેવું હતું?
29 મેના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. બે દિવસ પહેલા ઈન્ટ્રાડે ટ્રેડમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે નોંધાયેલો સેન્સેક્સ 667.55 પોઈન્ટ ઘટીને 74,502.90ની સપાટીએ બંધ રહ્યો હતો. S&P BSE સેન્સેક્સમાં લિસ્ટેડ 30 શેરોમાંથી 24 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે બુધવારે સેન્સેક્સ 74,826.94 પર ખુલ્યો હતો.

નિફ્ટીની પણ આવી જ હાલત હતી. નિફ્ટી-50 29 મેના રોજ 183.45 પોઈન્ટના ઘટાડા સાથે 22,704.70ના સ્તરે બંધ થયો હતો, જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે 28 મેના રોજ તે 22,888.15ના સ્તરે બંધ રહ્યો હતો. બુધવારે નિફ્ટી-50 22,762.75ના સ્તરે ખુલ્યો હતો.