ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજારમાં કડાકો; સેન્સેક્સ-નિફ્ટીમાં નુકસાની

Stock Market Crash: ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો છે. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ આજે 9 મે, શુક્રવારના (Stock Market Crash) રોજ શેરબજારના મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે ખુલ્યા છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 1,366 અને 338 પોઈન્ટ ડાઉન રેડ ઝોનમાં ખુલ્યા છે. આ ઉપરાંત શેરબજારના અન્ય સૂચકાંકો પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ભારતીય શેરબજાર…
BSE Sensex
આજે 9 મે, શુક્રવારના રોજ BSE Sensex ગત 80,334.81 બંધની સામે 1,366 પોઇન્ટના ઘટાડા સાથે 78,968.34 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં જ 80,032.93 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ સેન્સેક્સમાં સતત રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

NSE Nifty
બીજી તરફ NSE Nifty ગત 24,273.80 ના બંધ સામે લગભગ 338 પોઈન્ટના ઘટાડા સાથે 23,935.75 ના મથાળે ખુલ્યો છે. જોકે, શરૂઆતમાં જ 24,164.25 ડે હાઈ બનાવ્યા બાદ Nifty સતત રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે.

સ્ટોકની સ્થિતિ
આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ટાઇટન કંપની, લાર્સન, ટાટા મોટર્સ, એસબીઆઈ અને એશિયન પેઇન્ટ્સના સ્ટોક ટોપ ગેઈનરમાં સામેલ હતા. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક અને અદાણી પોર્ટ્સના સ્ટોક ટોપ લૂઝરમાં સામેલ હતા.

ગુરુવારનું માર્કેટ
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 411 પોઇન્ટ ઘટીને 80,334.81 પર બંધ થયો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.58 ટકાના ઘટાડા સાથે 24,273.80 પર બંધ થયો.