શેરબજારમાં લીલી હરિયાળી: સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો બમ્પર ઉછાળો

Stock Market Today: વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ નજીવી વૃદ્ધિ સાથે ખૂલ્યા બાદ 935.69 પોઈન્ટ (Stock Market Today) ઉછળ્યો હતો. આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષમાં પ્રથમ વખત 81000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. છેલ્લે 17 ડિસેમ્બર, 2024ના રોજ 81000ના લેવલ પર ટ્રેડ થયો હતો.

નિફ્ટી 24500 ક્રોસ
શેરબજાર હેવી કરેક્શન બાદ હવે સુધારા તરફ આગેકૂચ કરતું જોવા મળ્યું છે. નિફ્ટી 50 આજે 24500ની મજબૂત ટેક્નિકલ સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જે 10.41 વાગ્યે 185.10 પોઈન્ટના ઉછાળે 24519.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 442.05 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો. સેન્સેક્સ 10.42 વાગ્યે 739 પોઈન્ટના ઉછાળે ટ્રેડેડ હતો.

બેન્કિંગ શેર્સમાં મોટાપાયે ખરીદી
વિદેશી રોકાણકારોની સતત ખરીદી તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજાર સુધર્યા છે. બેન્કિંગ શેર્સમાં મોટાપાયે ખરીદી નોંધાઈ છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.24 ટકા, એક્સિસ બેન્ક 1.44 ટકા, એસબીઆઈ 1.41 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.34 ટકા ઉછળ્યો છે.

વૈશ્વિક બજારમાં મિશ્ર કારોબાર
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 253 પોઈન્ટ (0.69%) વધીને 36,706 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયાના કોસ્પી પણ 4 પોઈન્ટ (0.19%) વધ્યા અને 2,562 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 235 પોઈન્ટ (1.06%) વધીને 22,354 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 1 થી 5 મે સુધી મજૂર દિવસને કારણે બંધ છે.

1 મેના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 84 પોઈન્ટ (0.21%) વધીને 40,753 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 264 પોઈન્ટ (1.52%) વધ્યો જ્યારે S&P 500 ઇન્ડેક્સ 35 પોઈન્ટ (0.63%) વધીને બંધ થયો.

ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો (FII) દ્વારા ખરીદી ચાલુ છે. તેમણે 30 એપ્રિલ (આજના એક દિવસ પહેલા) 50.57 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. સ્થાનિક રોકાણકારોએ પણ રૂ. 1,792.15 કરોડની ખરીદી કરી હતી.