Stock Market Today: ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના છેલ્લા દિવસે મામૂલી વધારા સાથે ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સમાં 122.18 પોઈન્ટના (Stock Market Today) વધારા સાથે 80,187.34 પોઈન્ટ પર ખુલ્યો હતો.જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 18.65 પોઈન્ટના વધારા સાથે 24,418.05 પોઈન્ટ પર ખુલ્યો હતો.
નિફ્ટીની 30 કંપનીઓએ લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું
શુક્રવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા, જ્યારે 8 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. આ સિવાય 2 કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા. નિફ્ટી 50ની 50માંથી 30 કંપનીઓના શેર પણ વધારા સાથે ખુલ્યા હતા અને 12 કંપનીઓના શેર લાલ ઘટાડા સાથે ખુલ્યા હતા. જ્યારે બાકીની 8 કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખૂલ્યા હતા.
એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ વધારો
સેન્સેક્સ કંપનીઓમાં એક્સિસ બેન્કના શેર સૌથી વધુ 1.20 ટકાના વધારા સાથે ખૂલ્યા હતા. આ સિવાય ITC 0.87 ટકા, HCL ટેક 0.72 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.67 ટકા, ટાટા મોટર્સ 0.56 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.45 ટકા, HDFC બેન્ક 0.39 ટકા, મારુતિ સુઝુકી 0.34 ટકા, ભારતી એરટેલ 0.33 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.33 ટકા વધ્યા હતા.
આ કંપનીઓના શેરમાં પણ વધારો
જ્યારે કોટક મહિન્દ્રા બેંક 0.24 ટકા, ઇન્ફોસીસ 0.23 ટકા, પાવરગ્રીડ 0.22 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.22 ટકા, અદાણી પોર્ટ્સ 0.22 ટકા, સન ફાર્મા 0.19 ટકા, ટીસીએસ 0.14 ટકા, ટાઇટન 0.09 ટકા, ટાટા સ્ટીલ 0.06 ટકા, બાજા 0.07 ટકા સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.
ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં ભારે ઘટાડો
બીજી તરફ ઇન્ડસઇન્ડ બેન્કના શેર 6.17 ટકાના જંગી ઘટાડા સાથે ખુલ્યા હતા. એનટીપીસીના શેર 2.25 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.97 ટકા, બજાજ ફિનસર્વ 0.32 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.29 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.24 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.09 ટકા અને ટેક 03 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
એશિયન બજારો મિશ્ર રહ્યા
સપ્તાહના અંતે જાપાનની સામાન્ય ચૂંટણી પૂર્વે શુક્રવારે એશિયન બજારો મિશ્ર રહ્યા હતા. જાપાનનો નિક્કી 225 0.52 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.41 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1 ટકા અને કોસ્ડેક 0.42 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સ થોડો નબળો ઓપનિંગ સૂચવે છે.
યુએસ શેરબજારમાં મિશ્ર અસર જોવા મળી
નાસ્ડેક અને એસએન્ડપી 500 ઊંચા બંધ સાથે ગુરુવારે યુએસ શેરબજારનો અંત મિશ્રિત રહ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 140.59 પોઈન્ટ અથવા 0.33 ટકા ઘટીને 42,374.36 પર જ્યારે S&P 500 12.44 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 5,809.86 પર છે. નાસ્ડેક 138.83 પોઈન્ટ અથવા 0.76 ટકા વધીને 18,415.49 ના સ્તર પર બંધ થયો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App