શેરબજાર લથડ્યું: માર્કેટ ખૂલતાં જ સેન્સેક્સ 500 અંક ગગડ્યો, જાણો વિગતે

Share Market Crash: છેલ્લા ત્રણ દિવસથી શેર બજાર (Stock Market)માં હલચલ મચી ગઈ છે, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપના શેર સૌથી વધારે તૂટ્યા છે. જોકે, લાર્જ કેપમાં કેટલાક શેરને બાદ કરતા બાકીના શેરોએ (Share Market Crash) નુકસાન કરાવ્યું છે. ગુરુવારે, 17 એક્ટોબરે નિફ્ટી 222 પોઈન્ટ ઘટીને 24,750 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટીને 81,006 પોઈન્ટ પર બંધ થયો.

છેલ્લા 3 દિવસમાં 1.5 ટકા ઘટાડો
છેલ્લા 3 દિવસમાં બંને ઈન્ડેક્સમાં લગભગ 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSEના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ આજે ક્રમશઃ 1.53 ટકા અને 1.23 ટકા સુધી ઘટ્યા છે. આઈટી સિવાય બીએસઈના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે નિફ્ટી સેક્ટરોરિયલની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટર્સમાં જોવા મળ્યો છે. માત્ર આઈટી સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે.

નિફ્ટીમાં 150 થી વધુ પોઈન્ટનો ઘટાડો
શુક્રવારે બીએસઆ સેન્સેક્સ 80749.26 પર અને નિફ્ટી 24,664.95 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં 150 થી વધુ પોઈન્ટનો ઘટાડો થવા પામ્યો હતો. જ્યારે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ઘટીને 80409.25 પોઈન્ટ પર આવી ગયો હતો. ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 495 પોઈન્ટ ઘટીને બે મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયો હતો જ્યારે એનએસઈ નિફ્ટી 221 પોઈન્ટ ઘટી ગયો હતો.

રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
શેરબજારમાં આજે ઘટાડાને કારણે BSE માર્કેટ કેપ 4,63,29,045.07 રૂપિયાથી 6 લાખ કરોડ રૂપિયા ઘટીને 4,57,27,893 રૂપિયા થઈ ગયું. આજે છેલ્લા ત્રણ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. તેની પાછળનું કારણ એ છે કે કેટલાક હેવીવેઇટ શેરમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.