Mahakumbh Mela 2025: મહારાષ્ટ્રના જલગાવ સ્ટેશન પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. સુરતથી પ્રયાગરાજ તરફ જઈ રહેલી તાપ્તી-ગંગા એક્સપ્રેસ જે જલગાંવ સ્ટેશન પાસે પહોંચી હતી, ત્યારે તેના પર પથ્થરમારો (Mahakumbh Mela 2025) કરવામાં આવ્યો હતો. જે બોગી પર પથ્થર મારો થયો હતો તેની બારીઓના કાચ તૂટ્યા હતા. ટ્રેનમાં બેઠેલા મુસાફરો પ્રયાગરાજમાં મહાકુંભ માટે જઈ રહ્યા હતા.
બોગી નંબર B-6ની બારીનો કાચ તૂટેલો જોઈ શકાય છે. એક શ્રદ્ધાળુએ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને રેલવેને અપીલ કરી છે કે રાત્રે રેલ્વે યાત્રીઓની સુરક્ષા કરે.
શું કહ્યું રેલવે પોલીસે?
આ ઘટના અંગે રેલવે પોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર જેવી તાપ્તી-ગંગા એક્સપ્રેસ જલગાવ રેલવે સ્ટેશનથી રવાના થઈ તો કોઈ અજાણ્યા વ્યક્તિએ પથ્થર ફેંકી ટ્રેનની બોગીનો કાચ તોડી નાખ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. રેલવે પોલીસે અજ્ઞાત ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધ છે.
પથ્થર બાજુઓને ન પકડી શકી પોલીસ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અવારનવાર આ વિસ્તારમાં ટ્રેન પર પથ્થર મારવાની ઘટના સામે આવી રહી છે. લોકોની શોધખોળ કરીએ છીએ પરંતુ સફળતા મળતી નથી. હવે એક અભિયાન ચલાવવામાં આવશે આજુબાજુના ગામના સરપંચોને પણ જણાવવામાં આવશે તેથી પથ્થર ફેકનારાને પકડી શકાય.
મહાકુંભમાં જઈ રહ્યા હતા મુસાફરો
જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં રહેલા મોટાભાગના લોકો પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા. પથ્થર મારાથી ભયભીત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓએ તૂટેલા કાચનો વિડીયો બનાવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App