મોદી સરકારની આ યોજનાથી દર મહીને ઘરે બેઠાબેઠા મળી શકે છે 5,000 રૂપિયા- જાણો જલ્દી

જો તમે હજી સુધી મોદી સરકારની આ યોજનાનો લાભ લીધો નથી, તો હવે લઇ લો. મોદી સરકારની આ યોજના હેઠળ ખૂબ જ નાનું યોગદાન આપ્યા પછી તમને 60 વર્ષની વય બાદ દર મહિને 5 હજાર રૂપિયા અથવા 60 હજાર રૂપિયા વાર્ષિક લાભ મળવાનું ચાલુ રહેશે.

મોદી સરકારની લોકપ્રિય પેન્શન યોજના અટલ પેન્શન યોજના તમને નિશ્ચિત આવકની બાંયધરી આપે છે. આ યોજના હેઠળ, તમે આ યોજનાનો લાભ 18 વર્ષના થતાંની સાથે જ મેળવી શકો છો. આ યોજના અંતર્ગત મહિને મહત્તમ 60 હજાર રૂપિયા અથવા 5 હજાર રૂપિયા પેન્શનની ખાતરી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, ખાતું ખોલવું જરૂરી છે. જેમાં કોઈ માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક રોકાણ કરી શકે છે.

જો તમે 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાઓ છો, તો દર મહિને તમને 5 હજાર રૂપિયા મળી શકે છે. આ માટે તમારે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે, તમે વાર્ષિક 2520 રૂપિયા જમા કરશો. તમારે 60 વર્ષની વય સુધી માસિક 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને 60 વર્ષની વય પછી, તમારા એકાઉન્ટમાં દર મહિને 5 હજાર રૂપિયા મળવાનું ચાલુ રહેશે.

જો તમે 18 વર્ષની ઉંમરે ત્રિમાસિક યોજનામાં જોડાઓ છો, તો તમારું કુલ રોકાણ રૂ. 1.05 લાખ થશે અને તમે 42 વર્ષ સુધી જમા કરશો. જો તમે 35 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે ત્રિમાસિક યોજના માટે દર 3 મહિનામાં 2688 રૂપિયા જમા કરાવવા પડશે અને તમારે 25 વર્ષ રોકાણ કરવું પડશે, તમારું કુલ રોકાણ રૂ. 2.68 લાખ થશે. આનો અર્થ એ છે કે સમાન પેન્શન યોજના માટે, તમારે વધારાની રકમ 1.63 લાખ જમા કરવાની રહેશે.

આ યોજના હેઠળ ટેક્સ છૂટનો લાભ આઇટીના સેક્સન 80CCD હેઠળ પણ ઉપલબ્ધ છે. એક સભ્યના નામે ફક્ત 1 ખાતું ખોલી શકાય છે. ઘણી બેંકો તમને અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે. આ ઉપરાંત જો અન્ય ફાયદાઓની વાત કરીએ તો,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

પ્રથમ 5 વર્ષ સરકાર દ્વારા પણ ફાળો આપવામાં આવે છે. બીજી બાજુ, જો ખાતાધારકનું 60 વર્ષ પહેલાં અથવા તેના પછી મૃત્યુ થાય છે, તો પેન્શનની રકમ તેની પત્નીને આપવામાં આવશે. જો તે બંનેનું મોત થાય તો સરકાર પરિવારના કોઈ અન્ય વ્યક્તિને પેન્શન આપશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *