ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે. દાહોદ-ઇન્દોર હાઇવે ઉપર સવારે ટ્રેક્ટર,સ્કોર્પિયો અને બે બાઇક મળી ચાર વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું જ્યારે ત્રણ યુવકો ઘાયલ થયા હતાં. આ ઘટના પગલે હાઇવેનો એક તરફનો રસ્તો થોડા સમય માટે બંધ થઇ ગયો હતો. શહેર પોલીસે આ મામલે ટ્રેક્ટર અને સ્કોર્પિયોના નંબરના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ઘટના સ્થળે હાજર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના ભાભોર ફળિયામાં રહેતાં ગોકરાભાઇ ખાતરાભાઇ મોહનીયા અને નાની ખરજના શૈલેષભાઇ કશુભાઇ મીનામા જીજે-20-કે-6288ની મોટર સાઇકલ ઉપર મુવાલિયા જઇ રહ્યા હતાં.
તેવી જ રીતે સાહડા ગામના કાટલા ફળિયાના પ્રતાપભાઇ હીમાભાઇ ગણાવા અને રત્નાભાઇ નાનાભાઇ ગણાવા પણ GJ-03-FL-6561 નંબરની બાઇક ઉપર જઇ રહ્યા હતાં. ત્યારે શહેરમાં દાહોદ-ઇન્દૌર હાઇવે ઉપર નીલ પેટ્રોલ પંપની સામે એક ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે ટર્ન લેવાનો પ્રયાસ કરીને આ બંને બાઇકને અડફેટમાં લીધી હતી. જેથી બાઇક ઉપર સવાર ચારેય યુવકો રસ્તા ઉપર પટકાયા હતાં.
અકસ્માત સર્જાયો તે સમયે જ પાછળથી આવી રહેલી જીજે-20-એએચ-7761 નંબરની સ્કોર્પિયો ગાડીનો ચાલક કંઇ સમજે કે ગાડીને કાબૂમાં કરે તે પહેલાં જ તે ગોરકાભાઇ ઉપર ચઢી ગઇ હતી. અન્યને બચાવવાના પ્રયાસમાં સ્કોર્પિયો નજીકના ડિવાઇડરમાં અથડાતા તેના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું.
આ અકસ્માતમાં ગોરકાભાઇનું ઘટના સ્થળે જ મોત થયુ હતું જ્યારે પ્રતાપભાઇ, રત્નાભાઇન તેમજ શૈલેષભાઇ પણ ઘાયલ થતાં ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતાં.અકસ્માત બાદ ચાલક પોતાનું ટ્રેક્ટર લઇને નાસી છુટ્યો હતો. ઘટના પગલે લોકોનું મોટુ ટોળુ ભેગુ થઇ જતાં એક તરફનો હાઇવે થોડી વાર માટે બંધ થઇ ગયો હતો. અકસ્માત અંગે મોટી ખરજના હેમચંદભાઇ ડામોરે ટ્રેક્ટર અને સ્કોર્પિયોના ચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle