ભારત દેશને તીર્થોનો દેશ કહેવામાં આવે છે. કારણ કે પ્રાચીન સમયમાં ઘણા દેવી દેવતાઓ ભારતભૂમિ પર આવી ગયા અને લોકોની સાથે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરતા ગયા. આજે પણ તેમના નામ દરેક મોઠા પર લેવાઈ રહ્યા છે. અહિયાં વાત થઇ રહી છે જગન્નાથ મંદિરની. આ મંદિરમાં ઘણા એવા રહસ્યો છે જેને કારણે આજે લાખો લોકો તેના દર્શને જાય છે.
જગન્નાથ મંદિરનું નામ કોણે નહિ સાંભળ્યું હોય, તેનું એક માત્ર કારણ છે કે તે હિંદુઓના ચાર ધામોમાં એક માનવામાં આવે છે. ઓડિશાના દરિયાકાંઠાના શહેર પુરીમાં સ્થિત આ વિશ્વવિખ્યાત મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. જગન્નાથ મંદિરના દર્શન માટે દર વર્ષે વિશ્વભરમાંથી લાખો ભક્તો આવે છે. આ પવિત્ર મંદિર સાથે જોડાયેલી ઘણી રહસ્યમય અને ચમત્કારિક વસ્તુઓ છે જે 800 વર્ષથી પણ વધારે જૂની છે, સાથે-સાથે જે આશ્ચર્યજનક પણ છે. આ વાતો તમારા માંથી ઘણા નહિ જાણતા હોય તો આજે એવી જ રહસ્યમય વાતો અહિયાં કરવાના છીએ.
જગન્નાથ મંદિરનું પહેલું સૌથી મોટું રહસ્ય તો એ છે કે તેની શિખર પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો રહે છે. તમે જાણતા હશો કે સામાન્ય રીતે દિવસ દરમિયાન પવન સમુદ્રથી પૃથ્વી તરફ અને સાંજે પૃથ્વીથી સમુદ્ર તરફ જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રક્રિયા જ કઈક ઉલટી થઈ રહી છે. હવે આવું કેમ છે, આજ સુધી કોઈને આ રહસ્ય ખબર નથી. જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર મૂકવામાં આવેલ છે, જે કોઈ પણ દિશામાંથી ઉભા થઇને જોવો તો એવું જ લાગે છે કે ચક્રનું મોં તમારી તરફ છે. આ પ્રકારનું વધુ એક રહસ્ય છે કે મંદિરના શિખરની છાયા હંમેશા અદ્રશ્ય રહે છે. તેને જમીન પર ક્યારેય કોઇ જોઇ શકતું નથી.
એવું પણ કહેવામાં આવે છે કે મંદિરની અંદર સમુદ્રના તરંગોનો અવાજ કોઈ સાંભળી શકતું નથી, જ્યારે સમુદ્ર નજીકમાં છે, પરંતુ તમે મંદિરની બહાર નીકળતાંની સાથે જ સમુદ્રના તરંગોનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાય છે. ખરેખર તે ખુબ આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે કોઈ પણ મંદિરની ઉપરથી પક્ષી પસાર થાય છે તો ક્યારેક શિખર પર પણ બેસી જાય છે. પરંતુ જગન્નાથી મંદિર આ મામલામાં સૌથી રહસ્યમય છે. કારણકે તેની ઉપર કોઇ પક્ષી પસાર થતું નથી માત્ર એટલું જ નહીં મંદિર પરથી વિમાન પણ પસાર થતું નથી.
આ મંદિરનું રસોડું પણ બધાને આશ્ચર્યચકિત કરે છે. ખરેખર, અહીં ભક્તો માટે પ્રસાદ રાંધવા માટે સાત વાસણ એક બીજાની ઉપર મૂકવામાં આવે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તે પ્રસાદ છે જે ટોચ પર મૂકવામાં આવેલા વાસણમાં પહેલા રંધાઇ જાય છે પછી અન્ય વાસણમાં રાખેલ પ્રસાદ એક પછી એક સીજે છે. આ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે અહીં બનાવેલો દૈનિક પ્રસાદ ભક્તોમાં ક્યારેય ઓછો થતો નથી. 10-20 હજાર લોકો આવે કે લાખો લોકો, દરેકને પ્રસાદ મળે છે, પરંતુ મંદિરનો દરવાજો બંધ થતાંની સાથે જ પ્રસાદ પણ પૂરો થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news