પ્રાણીઓ(Animals) પ્રત્યે ક્રૂરતા અને કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. ત્યારે ફરી આવો જ એક કિસ્સો સુરત (Surat)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં બોમ્બે માર્કેટ(Bombay Market) પાસે આવેલી મહાનગરપાલિકા (Corporation)ની કચરાપેટીમાં કોઈ વ્યક્તિએ શ્વાન (Dogs)ને પ્લાસ્ટિકની થેલીમાં બાંધી કચરાપેટીમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ અવાજ સાંભળતા જ તેને કચરાપેટીમાંથી બહાર કાઢી મુક્ત કરી એનિમલ ડોક્ટરને બોલાવીને શ્વાનને સારવાર અપાવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.
વાસ્તવમાં, સુરત બોમ્બે માર્કેટ નજીક આવેલ મહાનગરપાલિકાની કચરાની પેટી મુકવામાં આવી છે. અહીં, કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા બાઈક ઉપર આવીને માર્કેટની નજીક આવેલ મહાનગરપાલિકાની કચરા પેટીમાં શ્વાનને ફેંકી ગયા હતા. આ પેટીમાં પ્લાસ્ટિકની થેલીમાં શ્વાન અંદર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા.
આ પછી કચરાપેટીમાંથી શ્વાનને બહાર કાઢવામાં આવ્યો હતો. શ્વાનને કોઈ તકલીફ ન થાય તેના માટે એનિમલ ડોક્ટરને પણ તાત્કાલિક અસરથી રાહદારી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરને બોલાવ્યા બાદ શ્વાનને સારવાર આપવામાં આવી હતી. જોકે શ્વાન સાથે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે બીજી બાજુ આ વિડીયો વાયરલ થતાની સાથે જ જીવિત મુંગા જાનવરો સાથે આ રીતે ક્રૂરતા ભરી માનસિકતાથી ફેંકવામાં આવતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યાં જ સોશિયલ મીડિયામાં પણ લોકો આક્રોશ ઠાલવી આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તેમજ બાઈક પર પ્લાસ્ટિકની બેગમાં ભરીને શ્વાનને ફેકનાર કોણ હતો. તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.