એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મંગળવારે એક ગર્ભવતી મહિલા અને તેની 5 વર્ષની પુત્રી પર રખડતા કૂતરાઓએ જાનલેવા હુમલો કર્યો હતો. આ ખતરનાક હુમલામાં માતા-પુત્રી બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘરની બહાર રમતા હતા બાળકો
મળતી માહિતી મુજબ, આ ઘટના સુંગડી પોલીસ સ્ટેશન વિસ્તારના બરહા ગામની છે. સીમા નામની મહિલા તેના ઘરમાં જમવાનું બનાવી રહી હતી. ત્યારે ઘરની બહાર રમી રહેલા તેના 3 બાળકો પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. બાળકોની ચીસો સાંભળીને મહિલા ઘરની બહાર દોડી ગઈ હતી. તેણે જોયું કે છ કૂતરાઓનું ટોળું તેની 5 વર્ષની પુત્રી પલ્લવીને ખેંચી રહ્યું હતું, જ્યારે બે કૂતરાઓ તેના 10 વર્ષના પુત્ર અનુજ અને 3 વર્ષના મોનુ પર ભસતા હતા.
બાળકોને બચાવવા માટે કૂતરાઓના ટોળા સાથે અથડાઈ માતા
આ જોઈને મહિલાએ પોતાની પરવા કર્યા વગર બાળકોને બચાવવા માટે કૂતરાઓના ટોળા સાથે અથડામણ કરી હતી. કૂતરાઓના ટોળાએ તેને ખરાબ રીતે બાચકા ભર્યા હતા, પરંતુ તે કૂતરાઓ સાથે લડતી રહી જ્યાં સુધી તેઓએ પીછેહઠ ન કરી.
માતા-પુત્રીની સ્થિતિ ગંભીર
આ ઘટનામાં ત્રણેય બાળકોને ઈજા થઈ છે, પરંતુ સીમા અને પલ્લવીની હાલત નાજુક છે. પલ્લવીના માથા અને હાથમાંથી કૂતરાઓએ માંસ નોચી લીધું હતું અને સીમાને પણ કૂતરાઓ દ્વારા ગંભીર રીતે કરડવામાં આવી હતી. સીમા અને તેના ત્રણ બાળકોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી માતા અને પુત્રીને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટના સમયે તેનો પતિ દાનવીર સિંહ કામ પર ગયો હતો.
રખડતા કૂતરાઓને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવશે
સુંગડી પોલીસ સ્ટેશનના એસએચઓ શ્રીકાંત દ્વિવેદીએ કહ્યું કે હુમલાની માહિતી મળ્યા બાદ અમે ગામમાં ગયા હતા. રખડતા કૂતરાઓએ પરિવારને ઇજા પહોંચાડી હોવાથી આ મામલે કોઈ ફરિયાદ શક્ય નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ ગામમાં ગઈ હતી અને સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે આ વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.