હવે તો હવાઈ મુસાફરી પણ થશે મોંધી- એરલાઈન્સ કંપનીઓ 15% ભાડું વધારવાની તૈયારીમાં

એરલાઇન્સ ફ્યુઅલ (ATF)ની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ હવે તેની અસર હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. ATF (ATF Price hike)ની કિંમતમાં વધારાને…

એરલાઇન્સ ફ્યુઅલ (ATF)ની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ હવે તેની અસર હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. ATF (ATF Price hike)ની કિંમતમાં વધારાને કારણે એરલાઈન્સ હવે ભાડું વધારવાની તૈયારી કરી રહી છે. એરલાઇન્સનું કહેવું છે કે ATF વધતા ભાવ અને રૂપિયાના ઘટાડાને કારણે તેમની પાસે ભાડું વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

એક વર્ષમાં કિંમતો આટલી વધી ગઈ છે, ખાનગી એરલાઇન સ્પાઇસજેટના સીએમડી અજય સિંહનું માનવું છે કે કામગીરી જાળવી રાખવા માટે ભાડામાં ઓછામાં ઓછો 10-15 ટકા વધારો કરવો જરૂરી બની ગયો છે. તેમણે કહ્યું કે જૂન 2021 થી, ઉડ્ડયન ઇંધણના ભાવમાં 120 ટકાથી વધુનો વધારો થયો છે. તે જંગી વધારો સહન કરવા યોગ્ય નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ATF પરનો ટેક્સ તાત્કાલિક ઘટાડવો જોઈએ, જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે એરલાઈન્સે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન એટીએફની વધતી કિંમતોના બોજને સંભાળવા માટે તમામ પ્રયાસો કર્યા છે, પરંતુ હવે એવું કરવું શક્ય નથી.

આટલું ભાડું વધી શકે છે:
સ્પાઇસજેટના સીએમડીએ જણાવ્યું હતું કે, ‘અમે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વધેલા ખર્ચને જાતે જ હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો છે. એટીએફ અમારા ઓપરેશનલ ખર્ચના 50 ટકાથી વધુ છે. બીજી તરફ, ડોલર સામે ભારતીય રૂપિયો ઝડપથી નીચે પડી રહ્યો છે. તેના કારણે એરલાઈન્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉડ્ડયન ઇંધણના ભાવમાં તીવ્ર વધારો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે, અમારે તાત્કાલિક ભાડું વધારવું પડશે. અત્યારે હવાઈ ભાડામાં ઓછામાં ઓછા 10-15 ટકાનો વધારો કરવાની જરૂર છે.

આ વર્ષે ભાવ બમણો થયો છે:
હકીકતમાં ગુરુવારે ફરી એકવાર ઉડ્ડયન ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીમાં ATFની કિંમત 16.3 ટકા વધીને 1.41 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ એટીએફનો સર્વકાલીન ઉચ્ચ દર છે. આ વર્ષે જ એટીએફના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જ્યારે છેલ્લા છ મહિનામાં તેની કિંમતમાં 91 ટકાનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં એટીએફની કિંમત માત્ર 72,062 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *