ચમત્કાર: 2 મહિના પહેલા પડી ગયેલું ઝાડ અચાનક તેની જગ્યાએ થઈ ગયું ઉભું

મધ્યપ્રદેશના વિદિશામાં એક ગામમાં બે મહિના પહેલા દાયકાઓ જૂનું પીપળનું ઝાડ પડી ગયું હતું જે ગઈકાલે જાતે જ ઊભું થઈ ગયું છે. ગામના લોકો તેને દૈવી ચમત્કાર માને છે. તે જ સમયે, નિષ્ણાત વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે, વરસાદમાં મૂળિયાં પલળવાના કારણે ગુરુત્વાકર્ષણનું બળ વધ્યું હશે જેના કારણે આ ઝાડ ઉભું કર્યું.

આ વૃક્ષ વિદિશાના છપરા ગામમાં આવેલા દેવી માતા મંદિર સંકુલમાં જોરદાર તોફાનથી પડી ગયું હતું. હવે તે પહેલાંની જેમ ફરીથી લીલોતરી છવાય ગઈ છે. વહિવટને આ અંગેની જાણ થતાં જ 5 સભ્યોની તકનીકી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તેને ભૌતિક ઘટના ગણાવી હતી.

નિષ્ણાતોની પ્રથમ દલીલ

ઝાડની ડાળીઓ કાપવાથી તેના થડનું વજન ઓછું થઈ ગયું હતું. વરસાદનું પાણી પડ્યા પછી, ઝાડના મૂળિયા ‘જામ ફ્લો પ્રક્રિયા’ દ્વારા ઝાડને પાણી પૂરું પાડે છે. તેના કારણે મૂળ જમીન તરફ લંબાઇ અને વૃક્ષ ગુરુત્વાકર્ષણ બળના નિયમ અનુસાર, તે પહેલાંની જેમ ઉભું થઈ ગયું.

નિષ્ણાંતોની બીજી દલીલ

આ ઘટના પાછળ એક અલગ તર્ક એ છે કે, બે મહિના પહેલા જ્યારે ઝાડ પડ્યું હતું ત્યારે તે 4 ફૂટ ઊંચી દિવાલ પર પડ્યું હતું. આને કારણે 1 ફૂટ જેટલી દિવાલ તૂટીને પડી ગઈ હતી. અત્યારે ઝાડની ઊંચાઈ લગભગ 11-12 ફૂટ છે. મૂળથી દિવાલ સુધી ઝાડની લંબાઈ આશરે 6-7 ફૂટ હશે, જ્યારે દિવાલની બહાર 4-5 ફૂટ હશે. વૃક્ષ જમીનથી આશરે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઝાડના થડનું વજન મૂળમાં છે. દાંડી મૂળથી 2 ફૂટ ઉપર છે. આનાથી ભારને સંતુલિત કરવામાં આવે અને વૃક્ષ અચાનક ઊભું થઈ ગયું.

વહીવટીતંત્રને ભીડથી સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો તૂટવાનો ભય 

ગામના લોકો તેને દૈવી ચમત્કાર માને છે. તે જ સમયે, વહીવટી તંત્રને ચિંતા છે કે, જો દૈવી ચમત્કારની વાત લોકોમાં ફેલાય તો ભીડ એકત્રીત થવાનો ભય રહે છે. જેના કારણે કોરોના ચેપ ફેલાવી શકે છે. વહીવટીતંત્રે અહીં ભક્તોના એકઠા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવા સૂચના આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *