લવ-જેહાદ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી દીધી ખુલ્લી ચેતવણી- ‘જો કોઈ ભોળી દીકરીઓને ફસાવશે તો….’

Published on: 7:02 pm, Fri, 5 August 22

હવે નાગરિકોએ વાહન(Vehicle) તેમજ મોબાઈલ(Mobile) ચોરીની ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશન જવાની જરૂર નહિ પડે. ત્યારે e-FIR અંગે જાગૃતિ ફેલાવવા માટે સુરત (Surat)માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) એ લવ-જેહાદ પર લાલ આંખ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ નામ બદલીને કોઈપણ ભોળી દીકરીઓને ફસાવે એને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવી રહ્યું છે.

ઈ-FIRનો કાર્યક્રમ હતો:
મળતી માહિતી અનુસાર, સુરતમાં સિટી લાઈટ અગ્રેસન ભવનમાં ઈ-FIR અંગે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી તેમજ સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ઈ-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ ઈ-FIR થકી લોકો હવે ઘરે બેઠા વાહનચોરી અને મોબાઈલચોરીની ફરિયાદ કરી શકે છે.

આ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ઈ-FIR કઈ રીતે નોંધી શકાય એ બાબતે વિગતવાર સમજ આપવા સારુ સુરત શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતના સિટી લાઈટ સ્થિત અગ્રેસન ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રેમને બદનામ કરનારને છોડાશે નહીં:
આ અંગે વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી આપું છું. પ્રેમ શબ્દને કોઈપણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં, પ્રેમ કરવાનો હક તમામને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં.

ડ્રગ્સ મુદ્દે સરકારે કાર્યવાહી કરી:
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ એમ ગુજરાત અને એની સાથે જોડાયેલા વિષયમાં રાજનીતિ શરૂ થાય છે. 5000 કરોડનું ડ્રગ્સ એક વર્ષના ગુજરાત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ગુજરાત ATS દ્વારા અનેક ઓપરેશન કરવામાં આવે છે. ગોળી ખાવા તૈયાર ગુજરાત પોલીસે પંજાબ-મહારાષ્ટ્ર જતું અટકાવ્યું છે. ડ્રગ્સ જોડે રાજનીતિ કરતી વ્યક્તિ આ દેશનો દુશ્મન છે. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે.

બળાત્કાર-લૂંટ જેવા કેસોમાં 100 ટકા ડિટેકશન થયું:
સુરત શહેરમાં બળાત્કાર અને લૂંટ જેવા કેસોમાં 100 ટકા ડિટેકશન થયું છે, શહેરમાં ક્રાઇમ રેટમાં 24 ટકાનો ઘટાડો આવ્યો છે. સુરતે દેશને નવી દિશા આપી છે. બાળકી પરના દુષ્કર્મના ગંભીર ગુનાઓમાં અનેક કેસોમાં ગંભીર સજા અપાવવામાં પોલીસ સફળ રહી છે. આ સિવાય ટ્રાફિકના અનેક પ્રશ્નો પર પોલીસ કામગીરી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.