મહિલા પોતાના ઘરમાં જ ચલાવતી હતી અનૈતિક પ્રવૃત્તિ- સુરત PCB ની રેડ સામે આવી હકીકત

સુરત(surat): શહેરમાં સતત અનૈતિક પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે. આજકાલ સતત વોચ રાખીને પોલીસ દ્વારા જુગાર રમતા જુગારીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન…

સુરત(surat): શહેરમાં સતત અનૈતિક પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે. આજકાલ સતત વોચ રાખીને પોલીસ દ્વારા જુગાર રમતા જુગારીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરત(Surat)ના ઉમરા(Umra)માં ઘોડદોડ રોડ પર આશિયાના એપાર્ટમેન્ટમાં જુગાર(Gambling) રમતી 4 મહિલાઓ સહિત 7 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ઘોડદોડ રોડ પર આવેલ આશિયાના એપાર્ટમેન્ટમાં વિંગ-A બીજો માળ ફ્લેટ નંબર 202 માંથી મહિલા તેમજ બે ઈસમો મળી કુલ 7 વ્યક્તિઓની ગંજીપાના સાથે જુગાર રમતા પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. PCB એ જુગારીઓ પાસેથી 7 મોબાઇલ અને રોકડ 43,620 મળીને કુલ 1.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓમાં રાજકોટનો હરેશ મેઘાણી જુગાર રમવા ખાસ સુરત આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઉમરા પોલીસને ફોન દ્વારા માહિતી મળી હતી કે, ‘ઉમરા એગ્રીકલ્ચર ફાર્મ તથા વેલકમ પાન પાસે આશિયાના એપાર્ટમેન્ટ બીજો માળ ફ્લેટ નંબર 202 માં દિવ્યાબેન જગદીશભાઈ દેવજાની નામની મહિલા પોતાના અંગત અને આર્થિક લાભ મેળવવા માટે પોતાના રહેણાંક મકાનમાં બહારથી એમાં સંપર્ક વાળા મહિલાઓ અને પુરુષ ઈસમો ને બોલાવી જુગાર રમતી અને એમાંથી પણ હતી જે હાલમાં પણ ચાલુ છે.’

PCB PI એસ.જે.ભાટીયાએ જણાવ્યું હતું કે, ઘોડદોડરોડના ફ્લેટમાં જુગાર રમતી ઝડપાયેલી 5 પૈકી 3 મહિલાઓ અગાઉ કામરેજ અને રાંદેરમાં જુગાર કેસમાં પકડાઇ હતી. આશિયાના એપાર્ટમેન્ટમાં રહેતી 44 વર્ષીય દિવ્યા જગદીશ દેવજાની જુગાર રમાડતી હતી.

4 મહિલાઓ સહિત 7 જુગારીઓના નામની યાદી:
1. 44 વર્ષીય દિવ્યા જગદીશ દેવજાની(આશિયાના એપાર્ટમેન્ટમાં વિંગ-A બીજો માળ ફ્લેટ નંબર 202)
2. 42 વર્ષીય જશવંતકુંવર રણજીત દેવડા (કુબેરનગર,વરાછા,મૂળ રહે, ઝાલોર, રાજસ્થાન)
3. 40 વર્ષીય ગીતા ભાવેશ ભીલ (રહે,ગાયત્રી સોસા, વરાછા રોડ, મૂળ રહે, વેડાકોટ, ગીરસોમનાથ)

4. 58 વર્ષીય સંગીતા રમેશ માતાની (રહે,સ્તૃતિ યુનિવર્સલ એપાર્ટ, પાલ, અડાજણ)
5. 31 વર્ષીય અમીષા ચમન પટેલ (રહે,રેલવે કોલોની, સુરત)
6. 53 વર્ષીય હરેશ ભગવાનદાસ મેઘાણી (રહે, દ્વારકાધીશ સોસા,ઉપલેટા,રાજકોટ)
7. 39 વર્ષીય પ્રકાશ ગોવિંદ સામનાણી (રહે, વિર સાવરકર હાઇટ્સ,રાંદેર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *