Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ પ્રમુખસ્વામી નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ બધાની વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વચ્છતાને લઈને કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. તે વિશે અમે તમને જણાવી દઈએ.
સ્વચ્છતા વિભાગનું ગજબનું મેનેજમેન્ટ:
જો વાત કરવામાં આવે તો સ્વચ્છતા વિભાગમાં 22 વિભાગ છે અને 80 પેટા વિભાગ છે. 3 વર્ષની બાળકીને પણ સેવા કરતા સ્વયંસેવકો ને જોઇને સેવા કરવાની ઈચ્છા થઈ છે અને તે પણ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખતી થઈ ગઈ.
સાથે જ બહેનોની અંદર 2 ડોક્ટર સ્વયં સેવક છે. ભાઈઓની અંદર પણ ગ્રેજ્યુએટ , ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ , માસ્ટર ડિગ્રી વગેરે ડિગ્રી વાળા અનેક સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. આખા નગરમાં 240 ટોયલેટ બ્લોક છે જેમાં 16 એન્જિનિયર સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે. ટોટલ 2 શિફ્ટમાં સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે.
આટલા વાગ્યે નગરનો તમામ કચરો બહાર કાઢવામાં આવે છે:
રાતે 12 વાગ્યે નગરનો તમામ કચરો નગરની બહાર કાઢી નાંખવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના કર્મચારીઓ તે કચરાને ડમ્પીંગ સાઈટ પર લઈ જાય છે. પ્લાસ્ટિક ની વેસ્ટ બોટલ માંથી બેસ્ટ બનાવીને તેને ઉપયોગ કચરાપેટી બનાવવામાં આવે છે એવી 70 જેટલી કચરાપેટી બનાવવામાં એવી છે.
નગરના એંઠવાડ ને એક ખાડા ની અંદર નાખીને પ્રોસેસ કરીને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. 14 તારીખે ઉદ્ઘાટન સમારોહ પછી 1 કલાકની અંદર 80,000 જેટલી વેસ્ટ ડીશો ભેગી કરીને 2 કલાકની અંદર નગરની બહાર ડમ્પીંગ સાઈટમાં પહોચતી કરી નાખી હતી.
કેવી રીતે ખબર પડશે કે, કચરાપેટી ભરાઈ ગઈ છે?
નગરની અંદર મુકેલી કચરાપેટી પર બારકોડ લગાવવામાં આવ્યો છે અને સ્વચ્છતા વિભાગ માં ફોન કરીને તમે એ બાર કોડ કહીને જાણ કરી શકે છે કે આ કચરાપેટી ભરાઈ ગઈ છે તો સ્વચ્છતા વિભાગ આસાનીથી તે કચરાપેટી ને ઓળખીને ખાલી કરી શકે છે.
કચરો ભેગો કરવા રાખવામાં આવ્યું છે લોહી ચુંબક રાખવામાં:
બાળ નગરીમાં કચરો ભેગો કરવા 1 ચીપિયો રાખવામાં આવ્યો છે જેમાં લોહી ચુંબક રાખવામાં આવ્યું છે તો કોઈ પણ પ્રકારનો કચરો ભેગો કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.