ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરે તે પહેલા આ ધારાસભ્યએ નતમસ્તક કર્યા પ્રણામ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા 2022 ની ચૂંટણી(Gujarat Assembly Election 2022)માં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ કાર્યક્રમ છે, ત્યારે તમામ ધારાસભ્યો ધીમે ધીમે ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા 2022 ની ચૂંટણી(Gujarat Assembly Election 2022)માં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ કાર્યક્રમ છે, ત્યારે તમામ ધારાસભ્યો ધીમે ધીમે ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જુનાગઢ(Junagadh)ના ધારાસભ્ય સંજય કોરડીયા(Sanjay Koradia)એ વિધાનસભાની અંદર પગ મુકતા પહેલા જ નતમસ્તક પ્રણામ કર્યા હતા. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા અગાઉ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું.

મહત્વનું છે કે, આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે. જણાવી દઈએ કે, બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને શપથ અપાવશે. ત્યારબાદ અધ્યક્ષ રહી ચૂકેલા રમણભાઈ વોરા અને પછી ગણપત વસાવાને શપથ અપાવશે. આ સાથે, આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે અને આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બપોરે 12 વાગ્યે શપથવિધિ કાર્યક્રમ યોજાશે અને તેમાં વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *