હાલ લગ્નગાળો ચાલુ થઇ ગયો છે. દેશભરમાં લાખો યુગલો લગ્નના તાંતણે બંધાઈ રહ્યા છે. ત્યારે લગ્નની સીઝન આવતા એવા લોકો પણ સક્રિય થઇ જાય છે, જેઓને મફતનું ખાવાની આદત છે. ઘણીવાર બીજાના લગ્નમાં ઘુસી જમવાનું દાબતા લોકોને તમે નજરે જોયા હશે અથવા સાંભળ્યું હશે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક નવા કપડા પહેરી, બરાબર તૈયાર થઇ અજાણ્યા લગ્નમાં ખાવાનું ઝાપટવા ઉપડી ગયો હતો, પરંતુ તે જ સમયે પકડાઈ જતા એવો ધંધે લાગ્યો હતો કે ન પૂછો વાત…
મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો વર-કન્યા કે કોઈ ડાન્સનો નથી પણ ડીશ ધોવાનો છે. વાસ્તવમાં, એક યુવક મફતનું ઝાપટવા આમંત્રણ વિના જ કોઈના લગ્નમાં પ્રવેશી ગયો હતો. કેટલાક લોકોએ પૂછ્યું કે, તે ક્યાં પક્ષ બાજુથી છે. ત્યારે કોઈ જવાબ ન મળતાં યુવક બરાબરનો ફસાયો હતો અને એઠા વાસણો ધોવાનો વારો આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, વાયરલ વીડિયો ભોપાલના મેરેજ ગાર્ડનનો છે. વીડિયોમાં વાસણો ધોતો યુવક કહી રહ્યો છે કે તેનું નામ સમ્રાટ કુમાર છે. તે જબલપુરનો રહેવાસી છે અને હાલમાં અભ્યાસ કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે તે MBA પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. વીડિયોમાં કેટલાક લોકો યુવકને પૂછી રહ્યા છે કે તે લગ્નમાં કેમ આવ્યો. આના પર તેણે જવાબ આપ્યો- ‘બસ એમ જ જમવા…’
भोपाल में एक शादी समारोह में बिना इनविटेशन पहुंचे एक MBA स्टूडेंट से बर्तन धुलवाए गए। यह सजा उसे फ्री में खाना खाने पर मिली। इसका वीडियो भी सामने आया है। वीडियो बनाने और उसे सोशल मीडिया पर अपलोड करने वाले पर भी कार्रवाई की मांग भी पुलिस कमिश्नर मकरंद देऊस्कर से की गई है। pic.twitter.com/V1hDpaMGGp
— ArbaZ Mirza (@ArbaZMi75405469) November 30, 2022
સમ્રાટ કુમાર લગ્નમાં મફતમાં જમવાનું માણી રહ્યો હતો, ત્યારે કોઈ છોકરીઓએ તેના પર શંકા કરી અને તેને પકડી લીધો. પૂછવામાં આવ્યું કે તમને કોની તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે યુવક કંઈ બોલી શક્યો ન હતો અને તેની ચોરી પકડાઈ ગઈ હતી. ત્યારપછી લોકોએ તેની પાસેથી એઠી પ્લેટો ધોવડાવી હતી.
વીડિયો શેર કરતાં એક યુઝરે દાવો કર્યો હતો કે, “પોલીસ કમિશનરને વીડિયો બનાવનાર અને સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “કોઈની લાચારીનો ફાયદો ઉઠાવવો પણ યોગ્ય નથી. વિદ્યાર્થીએ એક જ થાળી ખાધી હશે અને તેમાં શું ગુનો કર્યો. એમ પણ લગ્નમાં કેટલું જમવાનું તો બગડતું હશે. તેના પેટમાં ગયું તો શું ખોટું. તમારી વિચારસરણી બદલો કોઈને આમ બદનામ ન કરો”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.