જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પરિવાર પર આભ ફાટ્યું

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના જુનાગઢમાંથી સામે આવી છે. જુનાગઢ શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મુળ અમરેલીનો જિલ્લાના બગસરાનો રહેવાસી વિદ્યાર્થી પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ શહેરનાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહી અભ્યાસ કરતો ઉત્સવ નામનો વિદ્યાર્થી આજે સવારે કોઇ અગમ્ય કારણોસર પોતાનાં જ રૂમમાં આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મૃતદેહ ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. તેના પરિવારને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હાલ તો વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે પોલીસ દ્વારા આત્મહત્યાના કારણ માટે તપાસ આદરી છે. જેના હેઠળ તેના મિત્રો અને અન્ય લોકોની પુછપરછ કરવામાં આવશે. આઉપરાંત તેના મોબાઇલનું પણ ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવશે. હાલ તો પોલીસ તપાસ પુર્ણ થયા બાદ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે.

જોકે, વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તેમણે પુત્રને અભ્યાસ માટે મોકલ્યો હતો. ઉત્સવ હાલ શાળા કોલેજ બંધ હોવાથી ટ્યુશનમાં અભ્યાસ કરતો હતો. જોકે, તેણે અંતિમ પગલું ભરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જો કે વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ત્યારે કયા કારણથી આત્મહત્યા કરી તે અંગે અનેત તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *