Kutch Accident: હાલમાં ધોરણ દસ અને બારમાંની બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ગઢશીશા નજીક દેવપરગઢ ગામે શનિવારે સાવારે સર્જાયેલા અકસ્માતના (Kutch Accident) બનાવમાં દસમાં ઘોરણની બોર્ડની વિજ્ઞાનની પરીક્ષા આપવા બાઇક પર નખત્રાણા તાલુકાના દનંણા ગામથી ગઢશીશા આવતા બે વિદ્યાર્થીઓનું ઘાસ કાપવાના હાર્વેસ્ટર વાહન સાથે અકસ્માત થયો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને પગમાં ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ અરેરાટી વ્યાપી ગઇ હતી.
દશમાં ધોરણના વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત
ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ અકસ્માતનો બનાવ શનિવારે સવારે પોણા નવ વાગ્યાના અરસામાં માંડવી તાલુકાના દેવપર ગઢ ગામના બસ સ્ટેશન પાસે બન્યો હતો. નખત્રાણા તાલુકાના દનણા ગામે રહેતા અને કોટડા રોહાની શેઠ નાગશી વિશ્વામ હાઇસ્કુલમાં અભ્યાસ કરતા હિતેશસિંહ ગુલાબસિંહ સોઢા (ઉ.વ.15) અને ધ્વરાજસિંહ મંગલસિંહ સોઢા (ઉ.વ.15) બન્ને જણાઓનો નંબર ગઢશીશા ખાતેની નૂતન વિદ્યાલયમાં નંબર આવ્યો હોવાથી દનણા ગામેથી મોટર સાયકલ પર દસમાં ઘોરણની વિજ્ઞાનની પરિક્ષા આપવા જઇ રહ્યા હતા. ત્યારે આગળ જતા ઘઉ કાપવાના હાર્વેસ્ટર વાહનના આગળના વ્હીલમાં આવી જતાં હિતેશસિંહ સોઢાનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત થયું હતું.
એક વિદ્યાર્થી થયો ઘાયલ
ધ્વરાજસિંહ સોઢાને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘાયલને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવને લઇ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. વિદ્યાર્થીના મોતથી મૃતકના પરિવારજનો સહિત દનણા ગામે અરેરાટી વ્યાપી ગઇ હતી. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
સીંગલ રોડમાં ઓવર ટેક કરવા જતાં બાઇક સ્લીપ થઇને અકસ્માત થયો
દેવપરગઢ ગામના બસ સ્ટેશન પાસે સીંગલ પટ્ટી રોડ પર આગળ જતા હાર્વેસ્ટર વાહને વિદ્યારથીઓ ઓવર ટેક કરવા જતાં રોડની ધારમાં બાઇકનું ટાયર સ્લીપ થયું ને હાર્વેસ્ટર વાહનના આગળના ટાયરમાં આવી જતાં દુર્ઘટના ઘટી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App