ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ કરવા ગયેલી ગુજરાતી દીકરીને મળ્યું દર્દનાક મોત- જાણો એવું તો શું થયું આ પાટીદાર દીકરી સાથે…

Student From Gujarat Dies In Australia: ગુજરાતની પાટીદાર દીકરીનું વિદેશની ધરતી પર ગમખ્વાર અકસ્માત (Accident)ને કારણે મોત થયું હોવાનું સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો…

Student From Gujarat Dies In Australia: ગુજરાતની પાટીદાર દીકરીનું વિદેશની ધરતી પર ગમખ્વાર અકસ્માત (Accident)ને કારણે મોત થયું હોવાનું સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. આ દર્દનાક અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીયા પટેલ (Riya Patel Australia) બે મહિના અગાઉ જ ગુજરાતથી સિડની (Sydney) માં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગઈ હતી.

મહત્વનું છે કે, ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકઠા કર્યા છે. આ ગુજરાતી દીકરી સીડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક દર્દનાક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. વાત કરવામાં આવે તો રીયાના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં રહે છે અને જેમના દ્વારા ફંડ એકઠું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રીયા તેના મિત્રો સાથે સિડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી:

મળતી માહિતી અનુસાર, 20 વર્ષની ઉંમરની રીયા બે મહિના અગાઉ જ ગુજરાતથી સીડનીમાં અભ્યાસ કરવા આવી હતી. મહત્વનું છે કે, 16 એપ્રિલના રોજ બપોર દરમિયાન રીયા તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. કમનસીબે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને વાહન વિલ્ટન ખાતે પિકટન રોડ નજીક હ્યુમ મોટરવે પર ઊંધું ફરી વળ્યું હતું.

અકસ્માતની ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરી દેવાયા:

પોલીસ અને NSW એમ્બ્યુલન્સ પેરામેડિક્સના હજાર પ્રયત્નો કાર્ય છતાં, રીયા બચી શકી ન હતી. સમગ્ર ઘટના પછી રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. દક્ષિણ બાજુના તમામ ટ્રાફિકને નરેલન આરડી કેમ્પબેલટાઉન ખાતે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો.

રીયાના પિતરાઈ ભાઈ શૈલેષનું કહેવું છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી જ્યારે રીયાનું આ દર્દનાક અકસ્માતમાં કરુણ મોત થયું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અચાનક આઘાતજનક સમાચાર સાંભળીને ભારતમાં રીયાના માતા-પિતા અને મિત્રોને પણ ઊંડો આઘાત લાગ્યો હતો. માતા-પિતાની વિનંતી અનુસાર ગુજરાતી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિ અને મિત્રો સાથે રીયાના મૃતદેહને ભારત પાછા મોકલવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *