ઈન્ટરનેટ વિવિધ પ્રકારના વીડિયો (Social Media Funny Videos)થી ભરેલું છે. દરરોજ કોઈને કોઈ ફની વીડિયો લોકોનો દિવસ બનાવે છે તો કેટલાક વિડીયો લોકોને ઈમોશનલ કરી દે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો (School Viral Video) ચાલી રહ્યો છે. એક છોકરાને સ્કૂલ ફંક્શનમાં ડાન્સ કરતા યુવક પર ડાયરાની જેમ પૈસા ઉડાડવા મોંઘા પડી ગયા હતા.
હવે વીડિયો વાયરલ થવાનું કારણ શું છે? વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલમાં એક ફંક્શન ચાલી રહ્યું છે અને એક છોકરો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે. સામે શિક્ષકો ઉભા છે અને શાળાના વિદ્યાર્થીઓ બેઠા છે. છોકરાના ડાન્સ દરમિયાન અચાનક એક બીજો છોકરો સ્ટેજ પર આવે છે અને તેના પર થોડા પૈસા ઉડાડવા લાગે છે. જેમ ડાયરામાં… કે લગ્નમાં… આ જોઈને બાજુમાં ઉભેલા ટીચરને ગુસ્સો આવે છે અને તેણે તેને બરાબરનો માર માર્યો હતો. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Mitra maar kha rha hai to kya hai apne number kam nhi hone chahiye ? @GaurangBhardwa1 pic.twitter.com/CX9rCtq1mV
— Yatish Jatav (@JatavYatish) November 3, 2022
પોતાના મિત્રને માર ખાતો જોઇને પણ પેલો છોકરો નાચતો રહ્યો હતો. આ વીડિયોને અલગ અલગ કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે. લોકોએ લખ્યું કે ‘કેવી રીતે એક ક્ષણમાં સંબંધો બદલાઈ જાય છે.’ કોઈએ લખ્યું છે કે ‘ભલે કોઈ મિત્રને માર મારવામાં આવે પણ તમારો નંબર ઓછો ન હોવો જોઈએ.’ આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે શિક્ષકે આવા કોઈ વિદ્યાર્થીને મારવો જોઈએ નહીં અને શિક્ષક સામે કાર્યવાહી થવી જોઈએ.
જો કે આ વીડિયો ક્યારેનો છે તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ વીડિયોને ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. તમે આ સમગ્ર મામલામાં શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જણાવો અને આવા વધુ વાયરલ સમાચારો માટે ત્રિશુલ ન્યુજ વાંચતા રહો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.